Friday, September 18, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

ઉમિયાધામ મંદિરના અતિથિ ભવનમાં આત્મઘાતી પગલું; ૩ મહિના પહેલાં જ બીમારીમાં પતિનું અવસાન થતાં વિરહમાં ઝૂરતી હતી મહિલા

dharmendravaghela by dharmendravaghela
2026-06-17 12:52:26
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરથી દોઢ વર્ષની માસૂમ દીકરીને લઈને સુરત આવેલી ૨૨ વર્ષીય પરિણીતાએ વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિરના અતિથિ ભવનમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી બાબત એ છે કે, મહિલાએ જ્યારે આ આત્મઘાતી પગલું ભર્યું ત્યારે તેની દોઢ વર્ષની માસૂમ પુત્રી પણ રૂમમાં હાજર હતી અને તેની નજર સામે જ માતાએ દમ તોડી દીધો હતો.

રીના બારૈયા નામના આ મહિલા મંગળવારે ભાવનગરથી સુરત આવી વરાછા અશ્વિનીકુમાર રોડ પર આવેલા અતિથિ ભવનમાં રૂમ ભાડે રાખી રોકાઈ હતી. મંગળવારે સવારે તેણે અચાનક રૂમમાં ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ રીનાએ તેના પરિવારના સભ્યોને ફોન કરીને જણાવ્યું હતું કે, “મેં ઝેરી દવા પી લીધી છે.” આ વાત ત્યાં હાજર અતિથિ ભવનના સ્ટાફના કાને પડતાં જ હોબાળો મચી ગયો હતો. સ્ટાફ અને અન્ય સેવાભાવી લોકો તાત્કાલિક રૂમ તરફ દોડ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી રીનાને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જોકે, ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડી દીધો હતો.
ઘટનાની જાણ થતાં જ અશ્વિનીકુમાર પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસને તપાસ દરમિયાન રીનાના મોબાઈલમાંથી તેની એક બહેનપણીનો નંબર મળી આવ્યો હતો, જેના પર સંપર્ક કરતાં સમગ્ર મામલાની સત્ય હકીકત અને પરિવારની વિગતો સામે આવી હતી. હાલ મૃતદેહને સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે મૃતક રીનાના પતિ અક્ષયના પરિવારના સભ્યો ભાવનગરથી સુરત આવી પહોંચશે, ત્યારબાદ પોલીસ રીનાનો મૃતદેહ અને તેની દોઢ વર્ષની માસૂમ બાળકીનો કબજો પરિવારને સોંપશે.

પતિના અકાળ અવસાનથી આઘાતમાં હતી રીના
મૂળ વાવ થરાદની વતની અને હાલ ભાવનગરના નારી રોડ પર કુંભારવાડા પાસે આવેલી ગીરનાર સોસાયટીમાં રહેતી રીના અક્ષય બારૈયા (ઉં.વ. ૨૨) એ ત્રણ વર્ષ પહેલાં જ અક્ષય નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન તેમને એક દીકરીનો જન્મ થયો હતો અને તેઓ ખુશ હતા. જોકે, માત્ર ૩ થી ૪ મહિના પહેલાં જ રીનાના પતિ અક્ષયનું ગંભીર બીમારીના કારણે અવસાન થયું હતું. પતિના અકાળ અવસાન બાદ રીના ભારે આઘાતમાં સરી પડી હતી અને સતત એકલતા અનુભવતી હોવાથી આ પગલું ભર્યું હોવાની પ્રબળ આશંકા છે.

Tags: aatma hatiyabhavnagarsurat
Previous Post

ભાવનગરમાં રથયાત્રા અને મહોરમ પૂર્વે પોલીસનું ફુટ પેટ્રોલિંગ: કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ

Next Post

યુદ્ધનો અંત લાવવા અમેરિકા અને ઈરાન વચ્ચે થયા કરાર

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post
યુદ્ધનો અંત લાવવા અમેરિકા અને ઈરાન વચ્ચે થયા કરાર

યુદ્ધનો અંત લાવવા અમેરિકા અને ઈરાન વચ્ચે થયા કરાર

શાંતિ કરારમાં હોર્મુઝની ખાડી અંગેના મુદ્દાએ વધાર્યું વિશ્વના દેશોનું ટેન્શન

શાંતિ કરારમાં હોર્મુઝની ખાડી અંગેના મુદ્દાએ વધાર્યું વિશ્વના દેશોનું ટેન્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.