* દક્ષિણ ગુજરાતમાં શરૂ થયો વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. સ્ટેટ ઈમરજન્સી
ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ, સવારે 8 થી 10ના સમયગાળા દરમિયાન સુરતના મહુવામાં 0.31
ઇંચ અને નવસારીની ચીખલીમાં 0.31 ઇંચ વરસાદ પડ્યો છે.
* કચ્છમાં AAPને ફટકો, આખું સંગઠન ધરાશાયી
પશ્ચિમ કચ્છમાં AAPમાં મોટો ભડકો થયો છે. જિલ્લા પ્રમુખ ઝુઝારદાન ગઢવી સહિતની આખી ટીમે
પક્ષમાંથી સામૂહિક રાજીનામાં આપી દીધા છે. પક્ષની કામગીરીથી નારાજ થઈને એકસાથે ૩૬ જેટલા
મોટા હોદ્દેદારોએ રાજીનામું ધરી દેતા કચ્છમાં આપનું આખું સંગઠન કડડભૂસ થઈ ગયું છે. પક્ષ
છોડનારાઓમાં જિલ્લા પ્રમુખ ઉપરાંત લોકસભા ઇન્ચાર્જ, વિવિધ તાલુકા પ્રમુખો અને વિધાનસભા
પ્રભારીઓનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક
જૂથવાદ અને ખેંચતાણથી કંટાળીને આ તમામ હોદ્દેદારોએ એકસાથે પક્ષને રામ-રામ કર્યા છે.
* સુરતના અડાજણમાં વાહનના શો રૂમમાં આગ
અડાજણ વિસ્તારમાં વાહનનાં શો-રૂમમાં લાગી આગ હતી. જેના કારણે નજીકમાં આવેલી રેસ્ટોરન્ટ પણ
આગની ઝપેટમાં આવી હતી. ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર
કાબુ મેળવવાની કવાયત શરૂ કરી છે.
* રાજ્યમાં સવારે 2 કલાકમાં 5 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ સવારે 6 થી 8 કલાકના સમયગાળા દરમિયાન
રાજ્યના 5 તાલુકામાં વરસાદ પડ્યો છે. વાઘોડિયામાં 0.12 ઇંચ, મેંદરડામાં 0.08 ઇંચ, છોટાઉદેપુરમાં
0.08 ઇંચ, સાબરકાંઠામાં 0.04 ઇંચ તથા ઉમરેઠમાં 0.04 ઇંચ વરસાદ પડ્યો હતો.
* તમિલનાડુમાં આજથી વિધાનસભા સત્રનો થશે પ્રારંભ
તમિલનાડુમાં નવી સરકારની રચના અને વિશ્વાસ મત જીત્યા બાદ વિધાનસભા ગૃહનું પ્રથમ સત્ર
મળશે. જેના કારણે તેના પર સૌની નજર રહેશે. વિપક્ષ વિવિધ જનહિતના મુદ્દાઓ પર સરકારને
ઘેરવાની તૈયારીમાં છે, જેથી સત્ર તોફાની બનવાની પૂરી શક્યતા છે.




