Tuesday, July 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઓમાનના દરિયાકાંઠે ઓઈલ ટેન્કર અને કોમર્શિયલ જહાજ ઉપર કરાયો હુમલો

હુમલા બાદ ટેન્કરમાં આગ લાગી : અમેરિકાએ હુમલા માટે ઈરાનને જવાબદાર ગણ્યું

dharmendravaghela by dharmendravaghela
2026-07-07 11:40:04
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

હોર્મુઝની સામુદ્રધુનીમાં ઓમાનના દરિયાકાંઠા નજીક એક ઓઇલ ટેન્કર અને કોમર્શિયલ જહાજ પર

હુમલો થયો છે. બ્રિટિશ મેરીટાઇમ સિક્યોરિટી એજન્સીએ જણાવ્યું છે કે, સોમવારે એક અજ્ઞાત પ્રોજેક્ટાઇલ

ટેન્કર સાથે અથડાયું હતું, જેના કારણે તેમાં આગ લાગી ગઈ હતી. અમેરિકાએ આ હુમલા માટે ઈરાનને

જવાબદાર ઠેરવ્યું છે અને જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી છે. આના કારણે હોર્મુઝ સ્ટ્રેટની

આસપાસ તણાવ ફરી એકવાર વધી ગયો છે. આ ઘટનાક્રમ એવા સમયે બન્યો છે જ્યારે ઈરાન તેના

પૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનેઈની અંતિમ સંસ્કારની વિધિઓ પૂર્ણ કરી રહ્યું છે. ટેન્કર ઓમાનના લિમાહ

નજીક દક્ષિણ તરફ જઈ રહ્યું હતું, ત્યારે તેની ડાબી બાજુએ (પોર્ટ સાઈડ) અથડામણ થઈ હતી, જેના

કારણે તરત જ આગ લાગી ગઈ હતી. જોકે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી અને પર્યાવરણને

પણ કોઈ નુકસાન થયું નથી. અધિકારીઓ હાલ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
અમેરિકાએ આ હુમલાઓ માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું છે. ‘એક્સિઓસ’ના જણાવ્યા અનુસાર, બે

અમેરિકન અધિકારીઓએ માહિતી આપી છે કે ઈરાનની સેનાએ સોમવારે રાત્રે હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ

જહાજો પર બે મિસાઈલો દાગી હતી. એક ઓઇલ ટેન્કર અને એક કોમર્શિયલ જહાજ તેની ઝપેટમાં

આવ્યા હતા. બંને જહાજોને નુકસાન પહોંચ્યું છે પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી.
હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે. યુએસ એનર્જી ઇન્ફોર્મેશન

એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, 2024માં અહીંથી દરરોજ આશરે 20 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ

પસાર થયું હતું, જે વિશ્વના કુલ તેલ પુરવઠાનો પાંચમો ભાગ છે. આ જળમાર્ગ તાજેતરના

અમેરિકા-ઈરાન સંઘર્ષનું કેન્દ્ર બનેલો છે.
28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી થતી અવરજવરને

નિયંત્રિત કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી અહીં તણાવ ચાલી રહ્યો છે. જોકે અમેરિકા-ઈરાન વચ્ચેની

સમજૂતીમાં હોર્મુઝને ખુલ્લો મુકવાની વાત કહેવામાં આવી છે, પરંતુ આ દરિયાઈ કોરિડોરમાં પરિસ્થિતિ

સામાન્ય થતી દેખાતી નથી.

 

Tags: attack on oil tankeroman coast
Previous Post

મણિપુરમાં આસામ રાઇફલ્સના કાફલા ઉપર હુમલો : બે જવાન થયા શહીદ

Next Post

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી
તાજા સમાચાર

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી

July 7, 2026
મણિપુરમાં આસામ રાઇફલ્સના કાફલા ઉપર હુમલો : બે જવાન થયા શહીદ
તાજા સમાચાર

મણિપુરમાં આસામ રાઇફલ્સના કાફલા ઉપર હુમલો : બે જવાન થયા શહીદ

July 7, 2026
શ્રીલંકાની જેલમાં કેદીઓ વચ્ચે ગેંગવોરમાં ૨૫ના મોત
આંતરરાષ્ટ્રીય

શ્રીલંકાની જેલમાં કેદીઓ વચ્ચે ગેંગવોરમાં ૨૫ના મોત

July 7, 2026
Next Post
દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી

અમદાવાદમાં લોન ભરપાઈ કરવા માટે એક મહિનાની માસૂમ દીકરીને વેચવાનો કારસો

અમદાવાદમાં લોન ભરપાઈ કરવા માટે એક મહિનાની માસૂમ દીકરીને વેચવાનો કારસો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.