રવિવારે ન્યૂ જર્સીના મેટલાઈફ સ્ટેડિયમમાં રમાયેલી ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં સ્પેને આર્જેન્ટિનાને 1-0થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. આ મેચમાં 90 મિનિટ સુધી એકપણ ગોલ થયો નહોતો. પરંતુ તે બાદના વધારાના સમયમાં ઈતિહાસ રચાયો હતો. ફેરાન ટોરેસે શાનદાર ટાઈમિંગ સાથે ગોલ કર્યો હતો. આ ગોલ માત્ર મેચનો પ્રથમ ગોલ જ નહોતો પરંતુ સ્પેનને વર્લ્ડ ચેમ્પિયન બનાવનારો પણ સાબિત થયો હતો. જે બાદ સમગ્ર વિશ્વમાં આર્જેન્ટિનાના મેસીનું સપનું ચકનાચૂર કરનારો ફેરાન ટોરેસ કોણ છે તેની ચર્ચા શરૂ થઈ હતી.
29 ફેબ્રુઆરી, 2020ના રોજ સ્પેનના ફોયોસમાં જન્મેલો ફેરાન ટોરેસ આજે સ્પેનિશ ફૂટબોલનો સૌથી મોટો સ્ટાર છે. તે ફોરવર્ડ અને વિંગર બંને પોઝિશન પર રમી શકે છે. તેની સૌથી મોટી તાકાત સ્પીડ, શાનદાર ડ્રિબ્લિંગ, બંને પગથી રમવાની ક્ષમતા અને મોટી મેચોમાં પ્રેશરને હેન્ડલ કઈ રીતે કરવું તે છે. તે બાર્સિલોના અને સ્પેનની નેશનલ ટીમનો મહત્વનો હિસ્સો છે, પરંતુ અહીંયા સુધી પહોંચાવની સફર આસાન નહોતી.ફેરાન ટોરેસે માત્ર છ વર્ષની ઉંમરે વેલેન્સિયાની પ્રખ્યાત ફૂટબોલ એકેડેમી જોઈન કરી હતી. અહીંથી જ તેમના ફૂટબોલનો પાયો તૈયાર થયો. 2016માં તેણે વેલેન્સિયા બી ટીમ તરફથી સિનિયર ફૂટબોલ ટીમમાં પ્રવેશ કર્યો, તેના પછીના જ વર્ષે તેને મેઇન ટીમમાં સ્થાન મળ્યું હતું. ડિસેમ્બર 2017માં તેમણે લા લિગામાં ડેબ્યુ કર્યું અને તેઓ સ્પેનિશ લીગમાં રમનારો 2000ની સાલ પછી જન્મેલો પ્રથમ ફૂટબોલર બન્યો હતો. 2019માં તેણે ચેમ્પિયન્સ લીગમાં પોતાનો પ્રથમ ગોલ કર્યો અને વેલેન્સિયાના સૌથી નાની ઉંમરના ચેમ્પિયન્સ લીગ ગોલ સ્કોરર બની ગયો હતો. આ જ સમયગાળા દરમિયાન તેણે ક્લબ માટે સૌથી નાની ઉંમરે 50 લા લિગા મેચ રમવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.






