Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હીમાં સંસદ માર્ચ માટે વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા

દિલ્હીમાં કલમ ૧૬૩ લાગુ કરાઈ, સુરક્ષાદળો એલર્ટ : અમારી કૂચને કોઈ રોકી નહીં શકે : અભિજિત દીપકે

dharmendravaghela by dharmendravaghela
2026-07-20 11:53:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આજથી શરૂ થઈ રહેલા સંસદના મોનસૂન સત્રની સાથે જ દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય અને સામાજિક ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. નીટ પેપર લીક કૌભાંડ, પરીક્ષાઓમાં ગોટાળા અને દેશમાં સતત વધતી બેરોજગારીના વિરોધમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ દ્વારા આજે 20 જુલાઈથી ‘ચલો સંસદ’ માર્ચનું આહ્વાન કરવામાં આવ્યું છે. દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ, ઉમેદવારો અને વાલીઓ રવિવાર સાંજથી જ જંતર-મંતર ખાતે ભેગા થવાનું શરૂ થઈ જતાં દિલ્હી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
સંસદ ભવન અને આસપાસના હાઈ-સિક્યોરિટી ઝોનને સુરક્ષિત કરવા માટે જંતર-મંતર, પાર્લામેન્ટ સ્ટ્રીટ, સેન્ટ્રલ વિસ્ટા અને કનોટ પ્લેસ જેવા વિસ્તારોમાં થ્રી-ટાયર સિક્યોરિટી ગ્રીડ ગોઠવી દેવામાં આવી છે. જેમાં દિલ્હી પોલીસના બે લેયર અને પેરામિલિટ્રી ફોર્સની એક લેયર ગોઠવાઇ છે. સુરક્ષાના ભાગરૂપે દિલ્હીના સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ હાલ પૂરતા બંધ કરી દેવાયા છે.

Advertisement

નવી દિલ્હીના ડીસીપી સચિન શર્માએ સ્પષ્ટ કર્યું છે કે આ વિરોધ માર્ચ માટે પોલીસ પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી નથી અને ન તો કોઈ મંજૂરી અપાઈ છે. મોનસૂન સત્રને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 (જૂની કલમ 144) લાગુ કરી દેવામાં આવી છે. 5 કે તેથી વધુ લોકોના એકઠા થવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો કોઈ આ આદેશનો ભંગ કરશે તો ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.જેસીપીના સ્થાપક અધ્યક્ષ અભિજીત દિપકે દાવો કર્યો છે કે આ ભારતની સૌથી મોટી માર્ચ તેઓ કાઢવા જઇ રહ્યા છે. સંસદ તરફ જતાં તેમને કોઈ રોકી શકશે નહીં.પ્રવક્તા સૌરવ દાસના જણાવ્યા મુજબ, રવિવાર સુધીમાં જ 20,000 થી વધુ લોકો જંતર-મંતર પર પહોંચી ચૂક્યા હતા. આ આંદોલનને લેખિકા અરુંધતિ રોય, અભિનેતા નસીરુદ્દીન શાહ અને રત્ના પાઠક શાહ જેવી હસ્તીઓએ પણ પોતાનું સમર્થન જાહેર કર્યું છે.વિરોધ પ્રદર્શન દરમિયાન ભૂખ હડતાળ પર બેસેલા જાણીતા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની તબિયત લથડતાં પોલીસે શનિવારે તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે, હોસ્પિટલના બેડ પરથી પણ તેમણે ઉપવાસ ચાલુ રાખ્યા છે. તેમની પત્ની ગીતાંજલિ અંગમો અને વાંગચુક પોતે સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર શિક્ષણ પ્રણાલીની નિષ્ફળતાની જવાબદારી સ્વીકારે અથવા વિવિધ પક્ષોના સાંસદો હોસ્પિટલમાં આવીને સંસદમાં આ મુદ્દો ઉઠાવવાની ખાતરી આપે તો જ તેઓ પોતાના પારણાં કરશે.

 

Tags: cjp march to parliament
Previous Post

ફેરાન ટોરેસના નિર્ણાયક ગોલે વર્લ્ડ કપ જીતવાનું મેસ્સીનું સપનું ચકનાચૂર કર્યું

Next Post

મધ્યપ્રદેશમાં ફોટા પડાવી રહેલા મિત્રો ઉપર અજાણ્યું વાહન ફરી વળ્યું : પાંચના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ

મધ્યપ્રદેશમાં ફોટા પડાવી રહેલા મિત્રો ઉપર અજાણ્યું વાહન ફરી વળ્યું : પાંચના મોત

ભારતે વન-ડે શ્રેણી પણ ગુમાવી : ઇંગ્લેન્ડ સામે હાર્યું

ભારતે વન-ડે શ્રેણી પણ ગુમાવી : ઇંગ્લેન્ડ સામે હાર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.