Tuesday, July 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતે વન-ડે શ્રેણી પણ ગુમાવી : ઇંગ્લેન્ડ સામે હાર્યું

વન-ડે રેન્કિંગમાં સાતમાં ક્રમે રહેલા ઈંગ્લેન્ડે ટી૨૦ બાદ વન-ડે સિરીઝમાં પણ ભારતને હરાવ્યું : લોર્ડ્સ ખાતેની મેચમાં રોહિત શર્માની સદી પણ એળે ગઈ : લોર્ડ્સની પીચ ઉપર ૭૪૭ રન બન્યા

dharmendravaghela by dharmendravaghela
2026-07-20 11:58:55
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વન-ડેના સાતમા નંબરના ઇંગ્લૅન્ડ (3/387) સામે વર્લ્ડ નંબર-વન ભારત (7/360)નો 27 રનથી પરાજય થયો હતો. બ્રિટિશરોએ સિરીઝ 2-1થી જીતી લીધી હતી.

લૉર્ડ્સની બૅટિંગ-પિચ પર અઢળક રન (747) બન્યા હતા અને ભારતના ટૉપ-ઑર્ડરે બ્રિટિશરોને જોરદાર લડત આપી હતી, પણ સાત બોલરના આક્રમણ વચ્ચે મિડલ-ઑર્ડરે દાટ વાળ્યો હતો અને છેવટે ભારતે મૅચમાં અને સિરીઝમાં હાર જોવી પડી. આ જ મહિનામાં ઇંગ્લૅન્ડ સામે ટી-20માં ભારતનો 0-4થી રકાસ થયો હતો.લૉર્ડસમાં છેલ્લી વખત રમેલા રોહિત શર્મા (138 રન, 110 બૉલ, પાંચ છગ્ગા, સત્તર ચોગ્ગા) સાથે 147 રનની ભાગીદારી કરીને કૅપ્ટન શુભમન ગિલ (77 રન, 84 બૉલ, એક છગ્ગો, દસ ચોગ્ગા) આઉટ થયો ત્યાર પછી રોહિત સાથે વિરાટ કોહલી (74 રન, 60 બૉલ, ત્રણ છગ્ગા, ચાર ચોગ્ગા) જોડી જમાવી હતી. 39મી ઓવરમાં રોહિત-વિરાટની ભાગીદારી 113 રનની થઈ હતી અને વિરાટ 38 રન પર હતો ત્યારે રોહિતે પોતાના 138 રનના સ્કોર પર નૉન-રેગ્યુલર લેફ્ટ-આર્મ સ્પિનર જેકબ બેથેલના બૉલમાં સ્વીપ શૉટની લાલચમાં વિકેટ ગુમાવી હતી. કમબૅકમાં તેની યાદગાર સેન્ચુરીની સફર પૂરી થઈ હતી.ત્યાર બાદ વિરાટને પછીના બૅટ્સમેનોનો સારો સાથ નહોતો મળ્યો. ભારત 43મી ઓવરમાં 300 રન પર પહોંચ્યું હતું અને જીતવાની આશા હતી, પરંતુ કિશન (14 રન) સૅમ કરૅન (10-0-75-4)ના ધીમા બૉલમાં રેહાન અહમદને કૅચ આપી બેઠો એના બે બૉલ બાદ કરૅનના વધુ એક સ્લો બૉલમાં શ્રેયસ ઐયર (0) પણ રેહાનને કૅચ આપી દીધો હતો. રેહાનનો આ બીજો કૅચ અદ્ભુત હતો. ટૂંકમાં, 304 રનના સ્કોર પર ભારતને એક ઓવરમાં બે ઝટકા લાગ્યા હતા. સૅમ કરૅનની પછીની ઓવરમાં વિરાટે તેના બૅક ઑફ અ લેન્ગ્થ બૉલમાં કૅચ આપી દીધો હતો અને ત્યારે જ ભારતની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું. કરૅને આઠ બૉલમાં પાંચ રનના ખર્ચે ત્રણ મહત્ત્વની વિકેટ લીધી હતી. પછીથી રાહુલ (12 રન)ની વિકેટ જોફ્રા આર્ચરે અને અક્ષર (બે રન) કરૅને લીધી હતી. ઇંગ્લૅન્ડે બૅટિંગ લીધા બાદ 50 ઓવરમાં ત્રણ વિકેટે 387 રન બનાવ્યા હતા. ઓપનર બેન ડકેટ (141 રન, 135 બૉલ, એક છગ્ગો, અઢાર ચોગ્ગા) અને જેકબ બેથેલ (91 રન, 93 બૉલ, બે છગ્ગા, અગિયાર ચોગ્ગા)ની જોડીએ 181 બૉલમાં 192 રનની ભાગીદારી કરી હતી. જૉ રૂટ (74 અણનમ, 48 બૉલ, નવ ચોગ્ગા) અને વિકેટકીપર જૉસ બટલર (41 અણનમ, 13 બૉલ, ત્રણ છગ્ગા, ચાર ચોગ્ગા)એ પણ ટીમને ઉપયોગી યોગદાન આપ્યા હતા. જસપ્રીત બુમરાહ ઈજાને કારણે આ મૅચમાં નહોતો રમ્યો. બ્રિટિશરોની ત્રણમાંથી બે વિકેટ પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના (10-2-69-2)એ અને એક વિકેટ પ્રિન્સ યાદવે (10-0-79-1) લીધી હતી. બાકીના ત્રણ ભારતીય બોલરને વિકેટ તો નહોતી મળી, તેમની બોલિંગમાં બ્રિટિશ બૅટ્સમેનોએ પુષ્કળ રન બનાવ્યા હતાઃ ગુરનૂર બ્રાર (10-0-97-0), અર્શદીપ સિંહ (10-0-72-0) અને અક્ષર પટેલ (10-0-61-0).

 

Tags: 3rd odiin ukengland beat india
Previous Post

મધ્યપ્રદેશમાં ફોટા પડાવી રહેલા મિત્રો ઉપર અજાણ્યું વાહન ફરી વળ્યું : પાંચના મોત

Next Post

રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ : ૧૧૧ તાલુકાઓમાં મેઘમહેર

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ : ૧૧૧ તાલુકાઓમાં મેઘમહેર
તાજા સમાચાર

રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ : ૧૧૧ તાલુકાઓમાં મેઘમહેર

July 20, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં ફોટા પડાવી રહેલા મિત્રો ઉપર અજાણ્યું વાહન ફરી વળ્યું : પાંચના મોત

July 20, 2026
દિલ્હીમાં સંસદ માર્ચ માટે વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા
તાજા સમાચાર

દિલ્હીમાં સંસદ માર્ચ માટે વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા

July 20, 2026
Next Post
રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ : ૧૧૧ તાલુકાઓમાં મેઘમહેર

રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ : ૧૧૧ તાલુકાઓમાં મેઘમહેર

અમદાવાદના બોપલ-ધુમા વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ

અમદાવાદના બોપલ-ધુમા વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.