Tuesday, July 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ફેફસાના નિષ્ણાંત તબીબની સમયસર કામગીરીથી દોઢ વર્ષના માસુમ બાળકને મળ્યું નવજીવન!

ડૉ કૈવંત પટેલ દ્વારા શ્વાસનળીમાં ફસાયેલ શીંગદાણાને ઇમરજન્સીમાં બ્રોન્કોસ્કોપી દ્વારા સફળતા પૂર્વક દૂર કરાયો

dharmendravaghela by dharmendravaghela
2026-07-20 12:32:38
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સમયસર યોગ્ય સારવાર અને ફેફસાના નિષ્ણાત ડૉ કૈવંત પટેલની કુશળતાના કારણે દોઢ વર્ષના એક બાળકને નવજીવન મળ્યું હોવાનો પ્રેરણાદાયક કિસ્સો સાચપરા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાળીયાબીડ ખાતે બન્યો છે. જ્યાં દોઢ વર્ષના એક માસૂમ બાળકને અચાનક ગંભીર શ્વાસની તકલીફ થતાં ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બાળકની જમણી મુખ્ય શ્વાસનળીમાં શીંગદાણો ફસાઈ ગયો હતો. શ્વાસ લેવાનો આ મુખ્ય માર્ગ બંધ થઈ જતાં બાળકની સ્થિતિ અત્યંત ગંભીર અને જીવનજોખમી બની ગઈ હતી.
પરિસ્થિતિની ગંભીરતા અને સમયનું મહત્વ સમજી હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ ડૉ. કૈવંત પટેલે તાત્કાલિક ઇમરજન્સી બ્રોન્કોસ્કોપી કરવાનો નિર્ણય લીધો. દોઢ વર્ષના બાળકમાં આ પ્રક્રિયા અત્યંત જટિલ અને જોખમસભર ગણાય છે, કારણ કે બાળકની શ્વાસનળી ખૂબ જ સાંકડી અને નાજુક હોય છે. આથી પ્રક્રિયા દરમિયાન મુખ્ય શ્વાસનળી અને બ્રોન્કસને ઇજા થવાની સંભાવના પણ હોય છે.
આવી ગંભીર સ્થિતિમાં ડૉ. કૈવંત પટેલે મુખ્ય ઓપરેટિંગ ડૉક્ટર તરીકે મોરચો સંભાળ્યો. પ્રોસીજર દરમિયાન પીડિયાટ્રિશિયન (બાળરોગ નિષ્ણાત) ડૉ વિશાલ સોલંકી તથા એનેસ્થેસીયા નિષ્ણાતના ઉત્તમ સંકલન અને ટીમવર્ક સાથે શ્વાસનળીમાંથી શીંગદાણો સફળતાપૂર્વક બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું. સફળ સારવાર બાદ બાળકનો શ્વાસ સંપૂર્ણપણે સામાન્ય બન્યો છે અને બીજા જ દિવસે સ્વસ્થ રીતે બાળકને રજા આપવામાં આવી.
આ સફળ પ્રોસીજર બાદ ડૉ. કૈવંત શિરીષકુમાર પટેલે સામાન્ય જનતા અને ખાસ કરીને નાના બાળકોના વાલીઓને જાગૃત કરતાં કેટલીક અત્યંત મહત્વપૂર્ણ સલાહ આપી છે: ૫ વર્ષથી નાના બાળકો ખૂબ જ જિજ્ઞાસુ હોય છે અને કોઈપણ નાની વસ્તુ સીધી મોંમાં નાખવાની ટેવ ધરાવે છે. તેથી શીંગદાણા, ચણા, ડ્રાયફ્રૂટ્સ, સિક્કા, નાના બટન, સેફ્ટી પિન કે રમકડાંના નાના પાર્ટ્સ બાળકોની પહોંચથી દૂર રાખવા.તેમજ બાળક જ્યારે ખાતું હોય ત્યારે તેને હસાવવું કે રડાવવું નહીં. ખાતા-ખાતા દોડવાની કે રમવાની આદતને કારણે આવી વસ્તુઓ અન્નનળીના બદલે સીધી શ્વાસનળીમાં જવાની સંભાવના વધી જાય છે. જો બાળક અચાનક ગૂંગળામણ અનુભવે, તેનો અવાજ બેસી જાય, અચાનક તીવ્ર ખાંસી ઉપડે કે શ્વાસ લેતી વખતે સીટી જેવો અવાજ આવે, તો સમજવું કે શ્વાસનળીમાં કંઈક ફસાયું છે. આવી સ્થિતિમાં ઘરેલું દેશી ઉપચારોમાં સહેજ પણ સમય બગાડ્યા વિના તુરંત જ સુપર-સ્પેશિયાલિસ્ટ પલ્મોનોલોજિસ્ટનો સંપર્ક કરવો. સમયસરનું સચોટ નિદાન અને સારવાર જ બાળકનો જીવ બચાવી શકે છે. તેમ જણાવ્યું હતું.

Tags: balakbhavnagarnavjivanoperation
Previous Post

ભાવનગરના કુંભારવાડામાંથી ઈંગ્લીશ દારૂના 5 ચપટા સાથે શખ્સ ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગર

ભાવનગરના કુંભારવાડામાંથી ઈંગ્લીશ દારૂના 5 ચપટા સાથે શખ્સ ઝડપાયો

July 20, 2026
ભાવનગર

જોગર્સ પાર્ક નજીક એક્ટિવા ચાલકે બાઈકને અડફેટે લીધું

July 20, 2026
અમદાવાદના બોપલ-ધુમા વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
પ્રાદેશિક

અમદાવાદના બોપલ-ધુમા વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ

July 20, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.