અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ વચ્ચે મિડલ ઈસ્ટક્ષેત્રમાં યુદ્ધ વધુ વકર્યું છે.
ઈરાન દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓના જવાબમાં હવે અખાતી દેશો પણ સીધા યુદ્ધમાં કૂદી
પડ્યા છે.બેહરીન અને કુવૈતે પ્રથમ વખત ઈરાન પર સીધા સૈન્ય હુમલા શરૂ કરી દીધા છે.
બેહરીન અને કુવૈતે ઈરાનના મિસાઈલ સ્ટોરેજ અને મહત્ત્વના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ
જવાબી કાર્યવાહીમાં સાઉદી અરેબિયા બંને દેશોને ઈન્ટેલિજન્સ અને ડિફેન્સિવ એર કવર આપીને મદદ
કરી રહ્યું છે.
અત્યાર સુધી કુવૈત અને બેહરીન જેવા અખાતી દેશો માત્ર પોતાની આત્મરક્ષા પૂરતી જ કામગીરી કરતા
હતા. ઈરાન તરફથી આવતા ડ્રોન કે મિસાઈલોને હવામાં જ તોડી પાડવા સુધી જ તેમની સક્રિયતા
સીમિત હતી, જેથી યુદ્ધ વધુ ન વકરે. પરંતુ ઈરાન દ્વારા સતત થઈ રહેલા હુમલાઓને જોતા હવે આ
દેશોએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે.





