ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે આડોડીયાવાસમાં દુકાન ચલાવતા વિજયભાઈ ધીરુભાઈ ગુજરીયા પોતાની દુકાને વિદેશી દારૂનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસે દુકાન અને આસપાસની જગ્યાની ઝડતી તપાસ કરતા ત્યાંથી મેકડોવેલ્સ કંપનીના વિદેશી દારૂના ૧૮૦ એમ.એલ.ના કુલ ૭ પ્લાસ્ટિકના ચપટા મળી આવ્યા હતા. જેની કિંમત ૧૨૧૮ રૂપિયા થાય છે. પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




