ગુજરાતમાં એક સાથે 414 પોલીસોની બદલી કરવામાં આવી છે. વિવિધ સામાજિક કારણોથી લાંબા સમયથી બદલીની રાહ જોતા આ પોલીસ કર્મચારીઓની આંતરજિલ્લા બદલી કરવાનો મોટો નિર્ણય ડીજીપી દ્વારા લેવામાં આવ્યો હતો.ગુજરાતમાં એક સાથે 414 પોલીસોની બદલી કરવામાં આવી તેમાં 226 કોન્સ્ટેબલ (UPC / ULR) 226, 129 આર્મ્ડ કોન્સ્ટેબલ (APC / ALR) તથા 59 હેડ કોન્સ્ટેબલ (UHC / AHC)નો સમાવેશ થાય છે. કર્મચારીઓની વ્યક્તિગત અને કૌટુંબિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વવિવિધ જિલ્લા અને શહેરોમાં બદલી કરવામાં આવી હતી.
કર્મચારીઓની અંગત અને પારિવારિક મુશ્કેલીઓ તેમજ પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય તેવા કિસ્સાઓને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો હતો.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરો સહિત રાજ્યના 16થી વધુ જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે આ ફેરબદલ કરાઈ છે.
હાજર થયા વગર પરત બદલી માટે રજૂઆત નહીં કરી શકાય બદલી પામેલા તમામ કર્મચારીઓએ નક્કી કરેલા સમયમાં પોતાની નવી જગ્યાએ તાત્કાલિક હાજર થવું પડશે. નવી જગ્યાએ હાજર થયા વગર પરત બદલી માટે કોઈ રજૂઆત કરી શકાશે નહીં. જે કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ કે ગંભીર ગુનાની તપાસ ચાલી રહી હોય, તેમના માટે નિયમ મુજબ અલગ શરતો લાગુ રહેશે.






