નેપાળના એવરેસ્ટ વિસ્તારમાં મંગળવારે સવારે લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાઈ ગયા. દુર્ઘટનામાં એક ભારતીય પ્રવાસીનું મોત થયું, જ્યારે ન્યૂઝીલેન્ડનો ભારતીય મૂળનો એક નાગરિક ઘાયલ થયો. બંને હેલિકોપ્ટરના પાયલટ પણ ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટના સવારે 8 વાગીને 11 મિનિટે સોલુખુમ્બુ જિલ્લાના ફેરીચે હેલિપેડ પર થઈ. અહીં ફિશટેલ એર અને એર ડાયનેસ્ટીના હેલિકોપ્ટર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે બંને એકબીજા સાથે અથડાઈ ગયા.
ફિશટેલ એર અને એર ડાયનેસ્ટીના હેલિકોપ્ટર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે બંને એકબીજા સાથે અથડાઈ ગયા હતા.સોલુખુમ્બુ જિલ્લા પોલીસ કાર્યાલયના પોલીસ ઇન્સ્પેક્ટર મૌસમ તામાંગના જણાવ્યા મુજબ, ફિશટેલ એરનાં હેલિકોપ્ટરમાં સવાર ભારતીય પર્યટક વસંત કુમાર બાલારામારામાડુનું મોત થયું છે. આ જ હેલિકોપ્ટરમાં સવાર ન્યૂઝીલેન્ડના નાગરિક શૈલેશ કૃષ્ણ પટેલ ઘાયલ થયા છે. તેઓ ભારતીય મૂળના છે.ઘાયલ શૈલેશને પ્રભુ હેલિકોપ્ટરની મદદથી બચાવીને કાઠમંડુની મેડિસિટી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. બંને હેલિકોપ્ટરના પાઇલટ્સને પણ સારવાર માટે કાઠમંડુ લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ, મૃતક ભારતીય પર્યટકનો મૃતદેહ લુકલા સ્થિત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો છે.આ અકસ્માત ખુમ્બુ પાસાંગ લ્હામુ ગ્રામીણ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં થયો હતો. ફેરીચે એવરેસ્ટ વિસ્તારમાં આવેલું છે અને અહીં આવવા-જવા માટે હેલિકોપ્ટર સેવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. અકસ્માત સમયે બંને હેલિકોપ્ટરમાં કુલ કેટલા મુસાફરો સવાર હતા અને તેમની ટક્કર કયા કારણોસર થઈ, તેની માહિતી હજુ સામે આવી નથી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.






