મુંબઈ મહાનગરપાલિકાએ પોતાની આવક વધારવા માટે પોતાની માલિકી પ્લોટ ભાડા પર આપવા માટેની પૉલિસીમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત પ્લોટ ભાડા પર આવતા સમયે રિઝર્વ કિંમતમાં મોટો વધારો કરવામાં આવવાનો છે. તે મુજબ પ્લોટની અનામત રકમ રેડીરેકનર દરના ૫૦ ટકાને બદલે ૧૦૦ ટકા દર નક્કી કરવાનો પ્રસ્તાવ સુધાર સમિતિમાં મંજૂરી માટે આવવાનો છે.
પાલિકાએ પોતાની માલિકીના પ્લોટ ભાડે આપતી વખતે વસૂલવામાં આવતી અનામત કિંમતમાં વધારો કરવાની છે. આ પૉલિસીથી પાલિકાની આવકમાં વધારો થશે તેવી અપેક્ષા વહીવટીતંત્રે વ્યક્ત કરી છે. આ સંદર્ભે હાલની પૉલિસીમાં આંશિક ફેરફાર કરવામાં આવશે. મુંબઈ શહેર અને ઉપનગરોમાં મુંબઈ મહાનગરપલિકાની માલિકીના અંદાજે ૪,૧૭૬ પ્લોટ વિવિધ હેતુઓ માટે વિવિધ સમયગાળા માટે ભાડે આપવામાં આવ્યા છે. આમાં રહેણાંક, વ્યાપારી, ઔદ્યોગિક તેમજ શૈક્ષણિક, તબીબી, ધાર્મિક અને સામાજિક કલ્યાણ સંસ્થાઓ માટેના પ્લોટનો સમાવેશ થાય છે.
અગાઉની પૉલિસી મુજબ પ્લોટની ફાળવણી માટે અનામત કિંમત નક્કી કરવા માટે રેડીરેકનર દરના ૫૦ ટકાનો ઉપયોગ થતો હતો. જો કે તાજેતરમાં કેટલાક પ્લોટની હરાજી કરતી વખતે ડિવિઝનલ ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ મુજબ અનામત કિંમત નક્કી કરવામાં આવી હતી. આ હરાજીઓને સારા પ્રતિસાદને કારણે વહીવટીતંત્રે તમામ વિભાગો માટેની પૉલિસીમાં ફેરફાર કરવાનું વલણ અપનાવ્યું છે.
સૂચિત પૉલિસી અનુસાર રહેણાંક પ્લોટની મૂળ કિંમત વિકસિત જમીનના રેડીરેકનરના દરે નક્કી કરવાનો પ્રસ્તાવ છે, જ્યારે વાણિજ્યિક અને ઔદ્યોગિક ઉપયોગ માટે તે રેડીરેકનરના બમણા દરે નક્કી કરવાનો પ્રસ્તાવ છે. ઉત્પાદન ઉદ્યોગો માટે ૧.૨૫ ગણો અને નોંધાયેલ શૈક્ષણિક, તબીબી, ધાર્મિક અને કલ્યાણ સંસ્થાઓ સહિત મ્યુનિસિપલ કર્મચારીઓની સહકારી હાઉસિંગ સોસાયટીઓ માટે ૦.૨૫ ગણો દર પ્રસ્તાવિત છે. અનામત કિંમતે જાહેર જાહેરાત દ્વારા સ્પર્ધાત્મક ટેન્ડરો આમંત્રિત કરવામાં આવશે. ઓછામાં ઓછો ૩૦ વર્ષનો કાર્યકાળ ટેન્ડરની રકમ સામસામે ભર્યા બાદ ગ્રાઉન્ડ ભાડું એફએસઆઈના આધારે રૂ.૧ પ્રતિ ચોરસ મીટરના દરે વસૂલવામાં આવશે. ૩૦ વર્ષથી ઓછા સમયગાળા માટે ટેન્ડર કરેલ કિંમતના ૧૫ ટકા વાર્ષિક ગ્રાઉન્ડ રેંટ વસૂલવાની જોગવાઈ છે. તેથી, વહીવટીતંત્ર મ્યુનિસિપલ જમીન વ્યવહારોમાંથી વધુ આવક મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.





