Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ૨૪ કલાકમાં ભાવનગરને છ માસ સુધી ચાલે તેટલું પાણી દરિયામાં વહી ગયું

સરતાનપર ગામે બંધારો બાંધવાની વાતો હવામાં જ : ચેકડેમની સિરીઝ બને તો પણ જળ સંગ્રહ અભિયાન સાકાર થઇ શકે

aaspassdaily by aaspassdaily
2022-09-16 13:44:19
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેરની જીવાદોરી શેત્રુંજી ડેમ ગઇકાલે ગુરૂવારે વહેલી સવારે ઓવરફ્લો થતા મોટી માત્રામાં પાણીનો જથ્થો દરિયામાં વહી રહ્યો છે. સત્તાવાર મળતા આંક મુજબ આજે સવારે છ કલાકે પુરા થતા ૨૪ કલાક દરમિયાન શેત્રુંજી ડેમમાંથી ઓવરફ્લો મારફત ૨૯ મિલીયન ઘન મીટર પાણીનો જથ્થો વહી ચુક્યો છે જે ભાવનગર શહેરને છ માસ સુધી ચાલે તેટલો જથ્થો છે. ડેમથી સરતાનપર સુધી બંધારાની યોજના તો સાકાર થતી નથી પરંતુ વચ્ચેના ગામોમાં નાના-નાના ચેકડેમો જાે બને તો જળ બચાવો અભિયાન સાર્થક બને તેમ છે પરંતુ નબળી નેતાગીરીને કારણે જળ બચાવોની વાતો હવામાં જ રહી છે.
પાલિતાણા પાસે આવેલ અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ પ્રતિવર્ષ છલકાય છે અને ઓવરફ્લો થતું પાણી દરિયામાં વહી જાય છે. દરિયાના તટે આવેલા સરતાનપર બંદર નજીક બંધારો બાંધવાની યોજનાની વાતો વર્ષોથી ગોહિલવાડની જનતા સાંભળતી આવે છે પરંતુ આ મામલે હજુ સુધી કોઇ નક્કર કામગીરી થઇ નથી. પરિણામે દર વર્ષે શેત્રુંજી ડેમનું ઓવરફ્લો થતું મહામુલુ પાણી દરિયામાં જઇને ભળે છે. શેત્રુંજી ડેમથી સરતાનપર બંદર સુધીના વિસ્તારમાં ચેકડેમની સિરીઝ પણ થઇ શકે પરંતુ સરકારને કોઇ કારણોસર તેમાં રસ પડતો નથી. એક તરફ જળ બચાવોના નારા લગાવાય છે. સરકાર તેની પાછળ લખખુટ ખર્ચ પણ કરે છે બીજી બાજુ શેત્રુંજી ડેમનું કરોડો લીટર પાણી સીધુ દરિયામાં જતું રહે છે.

સરતાનપર બંધારાથી મીઠા જળનું સરોવર બને, દરિયાઇ ખારાશ આગળ વધતી અટકી શકે
દરિયાઇ ખારાશ પ્રતિદિન આગળ ધપી રહી છે જેના કારણે ફળદ્રુપ જમીન બિનઉપજાઉ બની રહી છે ત્યારે જાે સરતાનપર નજીક બંધારો બાંધવાનું સ્વપ્ન સાકાર થાય તો દરિયાઇ ખારાશ આગળ વધતી ચોક્કસ અટકાવી શકાય. આ ઉપરાંત છેવાડાના ગામડા સુધી ખેતી માટે તેમજ પીવા માટે ઘર આંગણે જ સરોવરનું નિર્માણ થઇ શકે અને સરકારનું જળ બચાવો અભિયાન પણ ખરા અર્થમાં સાકાર થાય તેમ છે.

 

Tags: bhavnagarshetrungi dam 6 month water weste
Previous Post

આ નવરાત્રીએ ગોહિલવાડના ગામોમાં ધરતી માતાની આરતી : રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોનું અભિયાન

Next Post

સચિવાલયમાં નોકરી અપાવવાના બહાને છ શખ્સે યુવકના રૂ.૪ લાખ પડાવી લીધા

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

સચિવાલયમાં નોકરી અપાવવાના બહાને છ શખ્સે યુવકના રૂ.૪ લાખ પડાવી લીધા

વલભીપુરના પાટણા ગામનો શખ્સ દારૂની ૧૮૦ બોટલ સાથે ઝબ્બે

વલભીપુરના પાટણા ગામનો શખ્સ દારૂની ૧૮૦ બોટલ સાથે ઝબ્બે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.