Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગિરનાર પર્વત પર રોપ વે સેવા બંધ

આંધી આવતા યાત્રિકોની સલામતીને પગલે હાલ પૂરતો આ નિર્ણય લેવામાં આવ્યો

aaspassdaily by aaspassdaily
2022-10-17 10:49:51
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જૂનાગઢમાં રોપ વે સેવા બંધ કરવામાં આવી છે. ગિરનાર પર્વત પર પવન સાથે આંધી આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રિકોની સલામતીને પગલે હાલ પૂરતો આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે આજે રોપ વે સેવા બંધ કરવામાં આવી છે. આજે સવારે ગિરનાર પર્વત પર અચાનક જ પવનની આંધી ફૂંકાઇ હતી. ખૂબ જ ગતિમાં પવન ફૂંકાતા રોપવે સેવાની સલામતીને પગલે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજ્યમાં બેવડી ઋતુના અનુભવ વચ્ચે વહેલી સવારે અને રાતે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આવામાં આજે સવારે ગિરનાર પર્વત પર ભારે પવન સાથે આંધૂ ફૂંકાઇ હતી. પવનની ગતિ ખૂબ જ વધુ હોવાથી રોપ વે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બની હતી. આવામાં સલામતીના ભાગરૂપે આજે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે પવનને લીધે રોપ વે ટ્રોલી ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી.
બીજી બાજુ, દિવાળીના તહેવારમાં જૂનાગઢ રોપ વેની ક્ષમતામાં વધારો કરાયો છે. 6 નવી ટ્રોલી ઉમેરાતા હવે દર કલાકે 1000 પ્રવાસીઓ મજા માણી શકશે. દિવાળીના તહેવારને લઈને રોપ વેની ક્ષમતામાં વધારો કરાયો છે. રોપ વેની નવી 6 ટ્રોલીઓ મૂકવામાં આવી છે. રોપ વેની ટ્રોલીની સંખ્યા 25થી વધારીને 31 કરવામાં આવી છે. મહત્વનું છે કે, પ્રવાસીઓને સુવિધા માટે ઓનલાઈન બુકિંગ પણ શરુ કરવામાં આવ્યું છે. વેકેશનમાં સમયગાળામાં જૂનાગઢ અને ગીર જંગલના મુલાકાતીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળે છે. આવામાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. દર કલાકે 800 પ્રવાસીઓની ક્ષમતા વધારી હવે 1000 પ્રવાસીઓ સફર માણી શકશે. દિવાળીના 15 દિવસના વેકેશનમાં અંદાજિત 1 લાખ પ્રવાસીઓ રોપ વેની સફર કરી શકે છે.

Tags: Girnar ropway servisejunagadhstop
Previous Post

ઈન્સ્ટાગ્રામ પર યુવક સાથે મિત્રતા કરવી સગીરાને ભારે પડી

Next Post

કહ્યું શહીદી વહોરવા તૈયાર છું – સિસોદિયા

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
કહ્યું શહીદી વહોરવા તૈયાર છું – સિસોદિયા

કહ્યું શહીદી વહોરવા તૈયાર છું - સિસોદિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધનની શક્યતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધનની શક્યતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.