મહારાષ્ટ્ર, હિમાચલ અને મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 33 મિનિટની અંદર ત્રણ રાજ્યોમાં ધરતી ધ્રુજી ઉઠી છે. ભૂકંપના આંચકા સૌ પ્રથમ મણિપુરના ચંદેલમાં 11.28 વાગ્યે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર 93 કિમીની ઊંડાઈએ હતું. આના બે મિનિટ પછી એટલે કે 11.30 વાગ્યે હિમાચલ પ્રદેશના ચંબામાં ધરતી ધ્રૂજી ગઈ. તેની તીવ્રતા 2.8 હતી. ભૂકંપનું કેન્દ્ર પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું.
આ પછી મહારાષ્ટ્રના નાંદેડમાં 12.01 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર 5 કિમીની ઊંડાઈએ હતું. ત્રણેય રાજ્યોમાં આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
આના થોડા સમય પહેલા મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 હતી. તેનું કેન્દ્ર 95 કિલોમીટરની ઊંડાઈ પર હતું. સૌથી મહત્વની વાત એ છે કે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિની કોઈ માહિતી નથી. બે દિવસ પહેલા ઈન્ડોનેશિયામાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.