રાજકોટ શહેરમાં રહેતી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતીનો ભાવનગરના યુવક સાથે સોશિયલ મીડિયા માધ્યમથી પરિચય થયો હતો. થયા બાદ બન્ને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો અને વાત લગ્ન સુધી પહોંચી હતી. એ વખતે યુવકે નોકરી મળ્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી હતી અને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવકને ક્લાર્કની સરકારી નોકરી મળી જતા તેણે લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો. સમગ્ર મામલે યુવતીએ મહિલા પોલીસ મથકમાં ભાવનગરમાં ફરજ બજાવતા પોલીસ પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી ૨૩ વર્ષની યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી. ત્યારે ૪ વર્ષ પૂર્વે સોશિયલ મીડિયાના માધ્યમથી ભાવનગરના ઉમરાળા ગામે પોલીસ લાઇનમાં રહેતા રાજદીપસિંહ પ્રવીણસિંહ ગોહિલ સાથે પરિચય થયો હતો