વોટસએપ એન્ડ્રોઈડ ટેબલેટ પર એક નવુ સાઈડ બાય સાઈડ ફીચર લોંચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ મુજબ આ ફીચર યુઝરને તેની ચાલી રહેલી ચેટનો ટ્રેક ખોયા વિના વાતચીત વચ્ચે સ્વિચ કરવાની અનુમતી આપશે જેથી તેના એન્ડ્રોઈડ ટેબલેટ પર વોટસએપ ઈન્ટરફેસ પર વધુ નિયંત્રણ મળશે.
યુઝર વોટસએપ સેટીંગમાં જઈને ચેટમાં ઉપલબ્ધ વિકલ્પ્ને ટોગલ કરીને સાઈડ બાય સાઈડ વ્યુને પણ ડીસેબલ કરી શકે છે.સાઈડ બાદ સાઈડ વ્યુ સ્ક્રીનને વહેંચે છે. આ ખાસ કરીને નાના સ્ક્રીનવાળા ઉપકરણો (ડીવાઈસ) પર પણ થઈ શકે છે. ચેટીંગ માટે એક મોટુ ઈન્ટરફેસ રાખવા માટે યુઝર્સ એપ પર સાઈડ બાય-સાઈડ વ્યુને ડીસેબલ પણ કરી શકે છે. આ યુઝર્સને પ્લેટફોર્મ પર મિત્રો અને પરિવાર સાથે ચેટ કરતાં એક મોટા અને વધુ ઈમર્સિવ અનુભવ મેળવવાની અનૂમતિ આપશે.
ઉલ્લેખનીય છે કે વોટસએપે હાલમાં જાહેરાત કરી છે કે યુઝર્સ હવે પોતાના મલ્ટી-ડિવાઈસ લોગીન ફીચરનાં માધ્યમથી એકથી વધુ ફોન પર એક જ વોટસએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે




