Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મેચ ખત્મ થયા બાદ ગવાસ્કર દોડીને ધોની પાસે પહોંચ્યા અને કહ્યુ- શર્ટ પર ઓટોગ્રાફ આપો..

aaspassdaily by aaspassdaily
2023-05-15 17:43:19
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023માં ચેપોક મેદાન પર ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રવિવારે એક રસપ્રદ મેચ રમાઈ હતી. કોલકાતાએ આ મેચ છ વિકેટે જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં છ વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 18.3 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ જીતે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે ચેન્નાઈની રાહ લંબાવી હશે પરંતુ મેચ પછી જે બન્યું તેનાથી ચાહકો ભાવુક થઈ ગયા.

વાસ્તવમાં મેચ પછી ચેન્નઈના ખેલાડીઓ ફેન્સનો આભાર માનવા માટે ચેન્નઈ સ્ટેડિયમને ચક્કર લગાવ્યું હતું. દરમિયાન, ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર, જે IPLમાં કોમેન્ટ્રી ટીમનો ભાગ છે, CSK કેપ્ટન ધોની પાસે દોડીને આવ્યા હતા અને શર્ટ પર ઓટોગ્રાફની માંગ કરે છે. આ પછી ધોની હસવા લાગ્યો અને તેણે ગાવસ્કરના શર્ટ પર ઓટોગ્રાફ આપ્યો હતો. આ ક્ષણ જોઈને ચેપોક સ્ટેડિયમમાં હાજર ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ ભાવુક થઈ ગયા.

વાસ્તવમાં, આ પ્રથમ વખત છે જ્યારે મહાન ગાવસ્કરે તેમના શર્ટ પર વર્તમાન ખેલાડીનો ઓટોગ્રાફ લીધો છે. ગાવસ્કર 1983 ODI વર્લ્ડ કપ અને ધોની 2011 ODI વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચુક્યા છે. તે આ પહેલા પણ ઘણી વખત ધોની પ્રત્યે આદર વ્યક્ત કરી ચૂક્યા છે. ઓટોગ્રાફ લીધા પછી તરત જ ગાવસ્કર અને ધોનીએ પણ એકબીજાને ગળે લગાવ્યા. આ પછી ધોની ત્યાંથી ચાલ્યો ગયો. ધોની જતાની સાથે જ ગાવસ્કરે કોમેન્ટ્રીમાં હસતાં હસતાં ઓન એર કહ્યું- મહેરબાની કરીને મને આગળની બાકીની મેચો માટે નવો ગુલાબી શર્ટ આપો. માત્ર ગાવસ્કર જ નહીં, KKRના રિંકુ સિંહ અને વરુણ ચક્રવર્તી પણ મેચ બાદ પોતાની જર્સી પર ધોનીનો ઓટોગ્રાફ લેતા જોવા મળ્યા હતા.

CSK vs KKR: કોલકત્તાએ ચેન્નઇને છ વિકેટથી હરાવ્યુ, નીતિશ-રિંકુનું શાનદાર પ્રદર્શન

 

ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની 61મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે છ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ છ વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાની ટીમે 18.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 147 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે કોલકાતાના 13 મેચમાં 12 પોઈન્ટ થઈ ગયા છે અને આ ટીમ પ્લેઓફની રેસમાં યથાવત છે. હાર છતાં ચેન્નઈની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને યથાવત છે. પ્લેઓફમાં પહોંચવા માટે ચેન્નઈને તેની છેલ્લી મેચ જીતવી પડશે અથવા તો નસીબનો સાથ જોઈએ.

Previous Post

બેંકોમાં દાવા વગરના પડ્યા છે હજારો કરોડ, RBIની ‘100 ડેઝ 100 પે’ ઝુંબેશથી આવશે સમાધાન

Next Post

સોફ્ટ સિગ્નલ પર ખેલાડીઓને રાહત, ડબલ્યૂટીસી ફાઇનલ અગાઉ આઇસીસીનો મોટો નિર્ણય

aaspassdaily

aaspassdaily

Related News

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત
આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

June 24, 2026
ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

June 24, 2026
ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો
તાજા સમાચાર

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

June 24, 2026
Next Post
સોફ્ટ સિગ્નલ પર ખેલાડીઓને રાહત, ડબલ્યૂટીસી ફાઇનલ અગાઉ આઇસીસીનો મોટો નિર્ણય

સોફ્ટ સિગ્નલ પર ખેલાડીઓને રાહત, ડબલ્યૂટીસી ફાઇનલ અગાઉ આઇસીસીનો મોટો નિર્ણય

જેનરિક દવાઓ લખવાના નિયમોનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

જેનરિક દવાઓ લખવાના નિયમોનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.