આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકોને આપવામાં આવેલ 10 ટકા અનામતને યોગ્ય ઠેરવતા નિર્ણય પર પુનર્વિચાર કરવામાં આવશે નહીં. આ સંદર્ભમાં દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને 16 મેએ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ગયા વર્ષે 7 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે EWS આરક્ષણને બંધારણીય ગણાવ્યું હતું. તેમજ 9 મેના રોજ પાંચ જજોની બેન્ચે તેની સામે દાખલ કરાયેલી સમીક્ષા અરજીઓ પર વિચાર કર્યો હતો. 7 નવેમ્બર 2022ના રોજ આપવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયમાં 5 જજોની બેંચે બંધારણના 103મા સુધારાને 3:2ની બહુમતીથી સમર્થન આપ્યું હતું.






