બોલીવુડનાં 60 વર્ષીય એક્ટર આશીષ વિદ્યાર્થીએ ગુરુવારે ગુપચુપ રીતે લગ્ન કર્યાં છે. મળેલ માહિતી અનુસાર આશીષ વિદ્યાર્થીએ અસમની રૂપાલી બરુઆ સાથે લગ્ન માંડ્યા છે. મીડિયા રિપોર્ટસ્ અનુસાર ગુરુવારનાં દિવસે તેમણે કોલકત્તાનાં એક ક્લબમાં ફેશન આંત્રપ્રેન્યોર રૂપાલી બરૂઆ સાથે લગ્ન માંડ્યા છે. એક્ટરનાં પહેલા લગ્ન અભિનેત્રી શકુંતલા બરૂઆની પુત્રી રાજોશી બરુઆ સાથે થયાં હતાં.





