સુરત
શુક્રવારે લિંબાયતમાં બે દિવસનો દિવ્ય દરબાર શરૂ થયો હતો. લિંબાયતના નિલગીરી મેદાનમાં ખિચોખચ ભીડ ઉમટી હતી. બપોરે 2 વાગ્યાથી જ જનમેદની ઉભરાવા લાગી હતી. દિવ્ય દરબારનો સમય સાંજે 5 વાગ્યાનો હતો પરંતુ ગરમીને પગલે ધીરેન્દ્ર શાસ્ત્રી મોડા આવ્યાં હતાં. લોકો તડકામાં પણ એક નજર ધિરેન્દ્ર શાસ્ત્રીને જોવાં દિવ્ય દરબારમાં બેઠાં જ રહ્યાં હતાં. કાર્યક્રમમાં પોલીસે વ્યવસ્થા જાળવવા મથામણ વધુ કરવી પડી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ માનવમહેરામણ જોતાં કહ્યું હતું કે, સુરતમાં લોકોનું સંગઠન છે. ગુજરાતના લોકો પણ સંગઠિત થઈ જશે તો ભારત છોડો, પાકિસ્તાનને પણ હિંદુ રાષ્ટ્ર બનાવીશું.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ પત્રકારોને જણાવ્યું કે આદિવાસીઓ વચ્ચે જઈ કથા કરીશું અને ધર્મ પરિવર્તન કરનારાની ઘરવાપસી કરાવીશું, ભાજપના ઘણાં આયોજકો છે આપનો કાર્યક્રમ હાઈજેક કર્યો છે? તેમ પુછાતાં તેમણે કહ્યું હતું કે, હું કોઈ પણ રાજકીય પાર્ટીનો નથી મારી સાથે સપા., કોંગ્રેસ, ભાજપ દરેક પાર્ટીના લોકો મારા શિષ્ય છે. મારી એક જ પાર્ટી છે બજરંગબલી.
વધુમાં લોકોને જણાવ્યું કે, સુર્યપૂરથી ઓળખાતાં અતિપ્રાચિન પ્રદેશનો ડંકો પુરા વિશ્વમાં ગુંજે છે દરેક દેશમાં ગુજરાતી સુરતની સીરત જોઈ ગદગદ થઈ ગયો છું. તેઓ ગુજરાતના પાગલો, સુરતના મારા પાગલો વારંવાર કહેતાં હતાં. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ હું ધન લેવા આવ્યો નથી. સન્માન લેવા આવ્યો છું.



