તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેઓ સતત 11મી વખત ચૂંટણી જીત્યા છે. 52 ટકાથી વધુ વોટ મળ્યા બાદ એર્દોગન માટે રાષ્ટ્રપતિ બનવાનો રસ્તો સાફ થઈ ગયો હતો જ્યારે વિરોધીને 47.89 ટકા વોટ મળ્યા હતા. એર્દોગનની જીત પર વિશ્વના ઘણા નેતાઓએ ખુશી વ્યક્ત કરી છે. જીત બાદ રશિયા અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓએ એર્દોગનને અભિનંદન પાઠવ્યા છે.
એર્દોગન લાંબા સમયથી તુર્કીમાં સત્તા પર છે, પરંતુ આ વખતે તેમને વિપક્ષી નેતા કેમલ કેલિકડારોગ્લુ સાથે સખત લડાઈનો સામનો કરવો પડ્યો. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનનું શાસન ત્રીજા દાયકામાં પણ ચાલુ રહેશે. તેમણે તુર્કીની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. એર્દોગને રવિવારના મતદાનમાં વિરોધ પક્ષના નેતા કેમલ કિલિકડારોગ્લુને હરાવ્યા હતા. તુર્કીની સુપ્રીમ ઇલેક્શન કાઉન્સિલ (YSK) એ અહેવાલ આપ્યો હતો કે, 99.43 ટકા મતોની ગણતરી કરવામાં આવી છે, જેમાં એર્દોગનને પ્રારંભિક સત્તાવાર પરિણામોમાં 52.14 ટકા મત મળ્યા છે. CNN અનુસાર, પરિણામોની સત્તાવાર જાહેરાત પહેલા, એર્દોગન ઈસ્તાંબુલમાં તેમના નિવાસસ્થાનની બહાર પ્રચાર બસની ટોચ પર ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
તુર્કીનો ધ્વજ લહેરાવતા ઉત્સાહી સમર્થકોની મોટી ભીડને સંબોધતા તેમણે રાષ્ટ્રનો આભાર માન્યો હતો. એર્દોગને કહ્યું, “અમે અમારા રાષ્ટ્રની તરફેણમાં રાષ્ટ્રપતિ ચૂંટણીનો બીજો રાઉન્ડ પૂર્ણ કર્યો. લોકશાહીનો એક દિવસ આપવા બદલ હું મારા દેશનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.” તેમણે બે ચૂંટણી રાઉન્ડનો ઉલ્લેખ કરતા કહ્યું, “મે 14 અને મે 28 બંને ચૂંટણીના વિજેતાઓ અમારા તમામ 85 મિલિયન નાગરિકો છે.” રાજધાની અંકારામાં તેમના પક્ષના મુખ્યાલયમાં બોલતા, એર્ડોગનના વિરોધી કિલિકડારોગ્લુએ કહ્યું કે તુર્કીમાં “વાસ્તવિક લોકશાહી” પુનઃસ્થાપિત થાય ત્યાં સુધી તેઓ લડશે.





