વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે દેશના ઘણા રાજ્યોમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા રહ્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગ ઉપરાંત યુપી-એમપી-રાજસ્થાનની સાથે, હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી કરી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાનમાં પણ જેસલમેર, બિકાનેર, ગંગાનગરના વિસ્તારોમાં 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 30 મેના રોજ સક્રિય થશે, જેના કારણે પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાનમાં વાવાઝોડું ચાલુ રહેશે. હવામાન વિભાગે જયપુર માટે આગામી 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સામાન્ય લોકો અને ખેડૂતોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગે કહ્યું છે કે 31 મે સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. વિભાગે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઓડિશા, ઉત્તર રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, ત્રિપુરા, મેઘાલય અને છત્તીસગઢમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. IMDએ કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન ભારે પવન ફૂંકાશે અને ઘણા રાજ્યોમાં વરસાદની સાથે કરા પડી શકે છે.




