Sunday, June 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

GO FIRST ની ફ્લાઈટ્સ પર લાગી 4 જૂન સુધી બ્રેક

એરલાઈને કહ્યું કે, ટિકિટની સંપૂર્ણ રકમ મુસાફરોને પરત કરવામાં આવશે

aaspassdaily by aaspassdaily
2023-05-31 10:48:24
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

આર્થિક સંકટમાં ફસાયેલી ગો ફર્સ્ટ એરલાઈન પરના સંકટના વાદળો વધુ ઘેરાતા જાય છે. હવે એરલાઈને તેની ફ્લાઈટ્સ 4 જૂન સુધી રદ કરી દીધી છે. છેલ્લા દિવસોમાં, ગો ફર્સ્ટ ફ્લાઇટ્સનું સંચાલન ફરી શરૂ થવાની ધારણા હતી. GoFirst એ સૌપ્રથમ 3 મેના રોજ તેની ફ્લાઈટ્સ પર રોક લગાડી હતી.
એરલાઇન દ્વારા 2 મેના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે તે 5 મે સુધી ત્રણ દિવસ માટે તેની ફ્લાઇટ્સ રદ કરી રહી છે. ત્યારે તાજેતરમાં મળી જાણકારી અનુસાર એરલાઈને ટ્વીટ કર્યું કે, ‘અમને જણાવતા ખેદ થાય છે કે ગો ફર્સ્ટની શેડ્યૂલ ફ્લાઈટ્સ 4 જૂન, 2023 સુધી રદ કરવામાં આવી છે.’ એરલાઈને કહ્યું કે, ટિકિટની સંપૂર્ણ રકમ મુસાફરોને પરત કરવામાં આવશે. એરલાઈન્સ તરફથી ખાતરી આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં રિ-બુકિંગ શરૂ કરવામાં આવશે.
અગાઉ એવી જાણ કરવામાં આવી હતી કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાની મંજૂરી આપતા પહેલા એરલાઈનની તૈયારીઓનું ‘ઓડિટ’ કરશે. GoFirst દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલી માહિતીમાં પણ આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. હાલમાં એરલાઇન સ્વૈચ્છિક નાદારી ઉકેલ પ્રક્રિયા હેઠળ છે. DGCA ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, GoFirst ના રેગ્યુલેટરે કારણ બતાવો નોટિસનો જવાબ આપ્યો છે.
એરલાઈન્સ દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘DGCA આગામી દિવસોમાં અમારી તૈયારીઓ તપાસવા માટે ઓડિટ કરશે. એકવાર અમને રેગ્યુલેટર પાસેથી મંજૂરી મળી જાય, અમે ટૂંક સમયમાં ફરીથી કામગીરી શરૂ કરીશું. GoFirst એ પણ કહ્યું હતું કે, સરકારે ઘણો સહકાર આપ્યો છે અને એરલાઇનને વહેલી તકે કામગીરી શરૂ કરવા કહ્યું છે.

Previous Post

દેશમાં 40 મેડિકલ કોલેજોની માન્યતા રદ કરવામાં આવી,જાણો

Next Post

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ

સુરત : હાથમાં રિવોલ્વરનો રોફ બતાવી બાઇક ઉપર જતા 3 ટપોરીનો વીડિયો વાઇરલ

સુરત : હાથમાં રિવોલ્વરનો રોફ બતાવી બાઇક ઉપર જતા 3 ટપોરીનો વીડિયો વાઇરલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.