Tuesday, April 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

મોદી બધુ જ જાણે છે, તેઓ ભગાવાનને પણ જ્ઞાન આપી શકે

અમેરિકામાં બોલ્યા રાહુલ ગાંધી PM મોદી પર કર્યો કટાક્ષ

aaspassdaily by aaspassdaily
2023-05-31 11:13:42
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના ત્રણ શહેરોના પ્રવાસે પહોંચ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં મંગળવારે પ્રવાસી ભારતીયો સાથે વાતચીત કરતી વખતે તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે PM મોદીને એવું લાગે છે કે તેઓ બધુ જ જાણે છે. તેઓ ભગવાનને પણ જ્ઞાન આપી શકે છે, જે બાદ ભગવાન પણ વિચારમાં પડી જશે કે તેમણે આ શું બનાવી દીધું!
રાહુલ ગાંધીએ કહ્યું કે, “ભારતમાં જે પરંપરા છે…ગુરુ નાનક અને ગાંધીજી જેવા નેતાઓએ ક્યારેય એવું નથી કહ્યું કે તેઓ બધું જાણે છે. આ દુનિયા ખૂબ મોટી અને જટીલ છે. આ જ સમસ્યા અને બીમારી છે કે ભારતમાં એવા ઘણા લોકો છે, જેઓને લાગે છે કે તેઓ બધું જ જાણે છે. તેઓને એવું પણ લાગે છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે.”
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, તેઓ ભગવાનની સાથે બેસી શકે છે અને તેમને પણ સમજાવી શકે છે કે શું ચાલી રહ્યું છે. આપણા વડાપ્રધાન પણ આવા લોકોમાંથી એક છે. મને લાગે છે કે જો આપણે તેમને ભગવાનની બાજુમાં બેસાડી દઈશું તો તેઓ ભગવાનને પણ સમજાવવા લાગશે કે બ્રહ્માંડ કેવી રીતે કામ કરે છે. ભગવાન પણ ભ્રમિત રહી જશે કે મેં શું બનાવી દીધું? આ મજેદાર વસ્તુ છે, પરંતુ એવું જ થઈ રહ્યું છે.

નફરતની બજારમાં પ્રેમની બજાર ખોલવા આવ્યો છુંઃ રાહુલ ગાંધી

જોકે, જ્યારે રાહુલ ગાંધી પોડિયમ પર બોલી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ પછી રાહુલ ગાંધીએ જવાબમાં હસીને કહ્યું કે, તેઓ નફરતની બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. ત્યાં તેઓ ત્રણ શહેરોનો પ્રવાસ કરશે. રાહુલ ગાંધી ત્યાં રહેતા ભારતીયોની સાથે સાથે અમેરિકી સાંસદો સાથે પણ મુલાકાત કરશે.

Previous Post

સફાઇ કર્મીની નોકરી માટે FY‌ બી.કોમ ભણેલા યુવકે 7 પાસ બતાવતાં ધરપકડ

Next Post

જો આવું થયું તો ખેલાડીઓ ભારતીય ધ્વજ સાથે નહિ રમી શકે!

aaspassdaily

aaspassdaily

Related News

એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ
તાજા સમાચાર

મણિપુરમાં ફરી કુકી અને નાગા આદિવાસી જૂથ વચ્ચે અથડામણમાં ત્રણના મોત

April 25, 2026
તાજા સમાચાર

ક્યાં જવું અને ક્યાં રહેવું એ લોકશાહીમાં દરેક વ્યક્તિનો અધિકાર : અન્ના હજારે

April 25, 2026
Next Post
જો આવું થયું તો ખેલાડીઓ ભારતીય ધ્વજ સાથે નહિ રમી શકે!

જો આવું થયું તો ખેલાડીઓ ભારતીય ધ્વજ સાથે નહિ રમી શકે!

વોટસએપ બીઝનેસ મેસેજ મોંઘા થયા

વોટસએપ બીઝનેસ મેસેજ મોંઘા થયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.