Sunday, June 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

સટ્ટામાં દેવુ થતાં પતિએ પત્ની અને 2 વર્ષની પુત્રીને મિત્રોને વેચી નાંખી..!

પત્નીએ તેના પતિ વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત 6 સામે ફરિયાદ નોંધાવી

aaspassdaily by aaspassdaily
2023-06-01 10:58:48
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદના નરોડા વિસ્તારમાં હેવાન બનેલા અને જુગાર, સટ્ટા , દારૂના રવાડે ચડેલ વિશાલ ભાવસારે યુવતીને પહેલા પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા. જ્યારે મહિલા પ્રેગ્નેટ થઈ ત્યારે તેની સાથે લગ્ન કરવાની ફરજ પડી. જોકે સટ્ટામાં આર્થિક નુકશાન જતા આરોપી તેની પતિનીને દેહ વેપારમાં ધકેલવા મજબૂર કરી. છેલ્લા બે વર્ષથી પત્નીને અનૈતિક ધંધામાં ધકેલી રાખી, જે માટે આરોપી વિશાલે તેના પુરુષ મિત્રોનો ઉપયોગ પણ કર્યો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે આરોપીની મહિલા મિત્રો પણ ફરિયાદી મહિલાના દેહ વેપારના સોદા માટે આરોપીને મદદ કરતી.
ચોંકાવનારી બાબતો તો એ છે કે મહિલાના પતિએ તેની પત્નીના મોર્ફ કરેલ ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. છેલ્લા બે વર્ષથી અનૈતિક દિવ્ય વેપારના ધંધાથી કંટાળીને આખરે મહિલાએ તેના પતિ અને પતિના મિત્ર વિરૂદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.
નરોડા પોલીસ સ્ટેશનના PI એસ. જે. ભાટિયાએ જણાવ્યુ હતું કે ઝડપાયેલ વિશાલ નામનો આરોપી પહેલાથી લગ્ન કરી ચૂક્યો હતો. વર્ષ 2016 માં ફરિયાદી મહિલા અને આરોપી એકબીજાના સંપર્કમાં આવ્યા. બન્નેની નિકટતા વધી અને 2018થી લીવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા, જેના થકી ફરિયાદી મહિલા ગર્ભવતી બની.જેથી ફરિયાદી મહિલાના આગ્રહના કારણે 2021માં બંનેના લગ્ન થયા. મોટી વાત એ છે કે ફરિયાદી મહિલા તેના પતિના અગાઉથી થયેલ લગ્ન અંગે વાકિફ ન હતી ! સટ્ટા અને જુગારના રવાડે ચડેલ પતિ પૈસા ગુમાવતો ગયો ,જે બાદ ઉંધા રવાડે ચડેલ પતિ તેની પત્નીનો સોદો કરવાની શરુઆત કરી. જે માટે તેના ઘરે પણ અન્ય લોકોને બોલાવી પત્નીને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી. ફરિયાદી મહિલાનો આરોપ છે કે તેના પતિના મિત્રો અનૈતિક કામ માટે મદદ કરતા અને તેની બે વર્ષની બાળકી ને તેમની પાસે જ રાખતા.જોકે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ બાળકીનો કબજો તેની માતાને સોંપી આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.
પહેલા પ્રેમ, બાદમાં શારીરિક સંબંધ અને પત્નીને દગો આપવાના કિસ્સામાં પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ ફરાર અન્ય પાંચ લોકોની શોધખોળ શરૂ કરી છે. ફરિયાદી પત્નીનો એ પણ આરોપ છે કે પતિ વિશાલે તેની પાસે મોટા પ્રમાણમાં પૈસા પડાવ્યા હતા.જેને લઈને નરોડા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Previous Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી જૂને અંત્રોલીની મુલાકાતે

Next Post

ગહેલોતે 100 યુનિટ વીજળી મફતની કરી જાહેરાત

aaspassdaily

aaspassdaily

Related News

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,
તાજા સમાચાર

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

June 18, 2026
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ
પ્રાદેશિક

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ

June 18, 2026
ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
પ્રાદેશિક

ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

June 17, 2026
Next Post
ગહેલોતે 100 યુનિટ વીજળી મફતની કરી જાહેરાત

ગહેલોતે 100 યુનિટ વીજળી મફતની કરી જાહેરાત

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 83 રૂપિયાનો ઘટાડો

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 83 રૂપિયાનો ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.