અંબાણી પરિવાર મા ફરી બાળકની કિલકારી ગુંજી ઉઠી છે. આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા બીજી વખત માતા બની છે. તેણે બુધવારે પુત્રીને જન્મ આપ્યો છે. ફરી એકવાર મુકેશ અંબાણી અને નીતા અંબાણી દાદા-દાદી બની ગયા છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે એક નાનકડા મહેમાનનું આગમન થયું છે.
મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકામહેતાએ પુત્રીને જન્મ આપ્યો છે. લક્ષ્મીના આગમનથી અંબાણી પરિવાર ખુશ છવાઈ ગઈ છે.વર્ષ 2020ની શરૂઆતમાં શ્લોકા અંબાણીએ પુત્રને જન્મ આપ્યો હતો. અંબાણી પરિવારે આકાશના મોટા પુત્રનું નામ પૃથ્વી આકાશ અંબાણી રાખ્યું છે.
જ્યારથી મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દાદા-દાદી બનવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી લોકોએ સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારને શુભેચ્છા આપવાનું શરૂ કરી દીધું છે.






