વૃદ્ધ હોય યુવાન હોય કે પછી કિશોર વયના વ્યક્તિ હોય હાલ હાર્ટ એટેકે કોઈને છોડતો નથી એક સમયે 50 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં હૃદય રોગના હુમલાઓ આવતા જો કે હવે કિશોર હૃદય રોગના હુમલાનો ભોગ બની રહ્યા છે. અચાનક એટેક આવવા પાછળ બ્રુગાડા સિન્દ્રોમ જવાબદાર હોય છે. અતિશય સ્ટ્રેસ, નબળું માનસિક સ્વાસ્થ્ય અને આવેગિક રીતે ઉત્તેજિત લોકોને વધુ અસર કરે છે. આ અંગે સંશોધન રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં આવેલા મનોવિજ્ઞાન ભવનમાં કરવામાં આવ્યું છે..
બદલાતા સમય સાથે હૃદય રોગના હુમલા એ સામાન્ય બનતા જાય છે. એક જે વૃદ્ધ વ્યક્તિઓમાં હૃદય હુમલાઓ જોવા મળતા એ હવે યુવાનો અને કિશોર વયની વ્યક્તિઓમાં પણ જોવા મળી રહ્યા છે 3 જુલાઈએ રાજકોટ નજીક એસજીવીપી ગુરુકુળમાં કિશોર ને આવેલા હાર્ટ એટેક તેમજ જૂનાગઢમાં 17 વર્ષીય વ્યક્તિને આવેલા હૃદય રોગની ઘટનાએ સૌ કોઈને ચોકાવી દીધા છે. ત્યારે રાજકોટના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને પ્રોફેસર દ્વારા ખાસ સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં સામે આવ્યું છે કે યુવાનોમાં એકદમ સ્વસ્થ લોકોમાં કાર્ડિયાક અરેસ્ટ પાછળ બ્રુગાડા સિન્ડ્રોમનો મોટો હાથ છે. આ સિન્ડ્રોમના લક્ષણો ઘણી વખત ન તો દર્દી જાણી શકે કે ન ડૉક્ટર પકડી શકે છે. આ સિન્ડ્રોમ વિશે જાણવું જરૂરી એટલા માટે છે કે તેનાથી જાગૃત બની શકાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ એ.જોગસણ અને અધ્યાપક ડૉ. ધારા આર.દોશી દ્વારા આ વિશે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો.
બ્રુગાડા નામનો આ સિન્ડ્રોમ જીવલેણ બની જતો હોય છે જો કે આ સિન્ડ્રોમ સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધુ જોવા મળતો હોય છે. આ સિન્ડ્રોમની જાણ સહેલાઈથી નથી થતી. બ્રુગાડા સિન્ડ્રોમનું નિદાન ડૉક્ટરની માહિતી પર આધારિત છે. તેના લક્ષણો અલગથી જાણી શકાતા નથી. જો ડૉક્ટરને તેના વિશે પહેલેથી જ ખબર હોય, તો તે તેની તપાસ કરે છે. યુવાનોના અચાનક મૃત્યુનું કારણ શું હોઈ શકે જે હાર્ટ એટેકને કારણે ન હોય? એક કારણ બ્રુગાડા સિન્ડ્રોમ હોઈ શકે છે. આ રોગને શોધવા માટે એક સરળ પદ્ધતિ છે જેમાં ECG કરવામાં આવે છે. ઇસીજીમાં એક પેટર્ન છે જેને બ્રુગાડા પેટર્ન કહેવામાં આવે છે.
બ્રુગાડા સિન્ડ્રોમ શું છે?
બ્રુગાડા સિન્ડ્રોમ આનું એક દુર્લભ કારણ છે જેમાં હૃદયના વિદ્યુત આવેગમાં ખામી છે. આ કારણે હૃદયના ધબકારામાં ખલેલ પહોંચે છે. હૃદયના ધબકારા ઝડપી બને છે બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે. જેમાં દર્દીનો જીવ પણ જઈ શકે છે. કોઈ વ્યક્તિ આ સિન્ડ્રોમથી પીડિત છે કે નહીં તેની ખાતરી કરવાનો રસ્તો ECG અથવા ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ છે.બ્રુગાડા સિન્ડ્રોમએ હૃદયની એક સ્થિતિ છે. જેમાં હૃદયથી મગજ સુધી સંદેશ સપ્લાયમાં અવરોધ આવવા લાગે છે. હૃદય કામ કરવાનું બંધ કરી દે છે. વ્યક્તિ બેભાન બને છે અને અંતે સ્થિતિ વધુ ખરાબ થાય છે. હૃદય ઘણા રોગોથી પીડાય છે. તેમાંથી, બ્રુગાડા સિન્ડ્રોમ તેમાંથી એક રોગ છે. આ સિન્ડ્રોમ જીવન માટે જોખમી હોઈ શકે છે અને દર્દીના હૃદયના લયને અસર કરે છે. સામાન્ય રીતે, બ્રુગાડા સિન્ડ્રોમ ચોક્કસ રીતે દર્દીઓમાં દેખાતો નથી તેના કેટલાક ચિહ્નો કે લક્ષણો વ્યક્તિમાં દેખાય છે જેમકે મૂર્છા, અસ્તવ્યસ્ત અથવા ખૂબ જ ઝડપી ધબકારાનો સમાવેશ થાય છે. કોઈ વ્યક્તિ આ સિન્ડ્રોમથી પીડિત છે કે નહીં તેની ખાતરી કરવાનો રસ્તો ECG અથવા ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ છે.
ECG રિપોર્ટ જોયા બાદ ખબર પડે છે કે આ સિન્ડ્રોમ વારસાગત છે કે નહીં
બ્રુગાડા એ આ સમસ્યા શોધનાર વૈજ્ઞાનિકનું નામ છે એટલા માટે જ આ સિંધવનું નામ પણ બ્રુગાડા સિન્ડ્રમ છે ECG રિપોર્ટ જોયા બાદ ખબર પડે છે કે આ સિન્ડ્રોમ વારસાગત છે કે નહીં. આ બૃગાડા સિન્ડ્રોમ મુખ્ય લક્ષણોમાં ચક્કર આવવા, વારંવાર બેભાન થઈ જવાની સમસ્યા હોય છે. ધબકારા અનિયમિત થતા હોય છે. પરિવારમાં આકસ્મિક મોત નીપજ્યું હોય અને તે સહન ન કરી શકતા હોય..શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે. ખૂબ તાવ હોય અને શ્વાસમાં તકલીફ થતી હોય છે. જોકે આ લક્ષણો બીજા રોગના પણ હોઈ શકે પરંતુ જ્યારે પણ આવા કોઈ લક્ષણો દેખાય છે ત્યારે તરત જ નજીકની હોસ્પિટલમાં ડોક્ટરને બતાવું હિતાવહ રહેતું હોય છે. આ ઉપરાંત હૃદય રોગના હુમલા પાછળ માનસિક તનાવ પણ ખૂબ જ જવાબદાર હોય છે લોકો પોતે ખુશ રહે અને પરિવારનું વાતાવરણ રાખે તેવું પણ મનોવિજ્ઞાન ના સ્વાધ્યાયપોથી કહેવું છે.