એરપોર્ટ ઓથોરિટી ભારતે ગયા વર્ષે ભાવનગર સહિત દેશના વિવિધ દસ એરપોર્ટ પર ફ્લાઈંગ ટ્રેનિંગ એકેડમીની સ્થાપના કરી હતી. જેમાં ભાવનગર એરપોર્ટ, જાેધપુરના ગણપત કેર ફાઉન્ડેશનને ફાળવવામાં આવ્યું હતું. હાલ ટ્રેનીંગ સેન્ટર સંપૂર્ણ રીતે તૈયાર થઇ ચુક્યું છે જેના ઇન્સ્પેક્શન માટે નજીકના દિવસોમાં કેન્દ્રની ટીમ આવશે અને ઇન્ફાસ્ટ્રક્ચર સહિતની બાબતો તપાસી મંજૂરીની મહોર મારશે. બાદમાં ટ્રેનીંગ સેન્ટરના શુભારંભ માટે માર્ગ મોકળો બનશે. હાલ ભાવનગર એરપોર્ટ ખાતે ૩ પ્રશિક્ષણ વિમાન- એરક્રાફ્ટ આવી પહોંચ્યા છે. આગામી દિવસોમાં અત્યાધુનિક સિમ્યુલેટર અને અનુભવી અને વરિષ્ઠ પ્રશિક્ષકો દ્વારા યુવાનોને ગ્રાઉન્ડ ક્લાસ અને ફ્લાઈંગ ટ્રેનિંગ આપવામાં આવશે. સમય જતા વધુ ૧૦ ટ્રેનિંગ એરક્રાફ્ટ લાવવામાં આવશે.
ભાવનગરમાં ડીજીસીએના ધોરણો મુજબ તમામ નવીનતમ સંસાધનો અને વિશ્વ કક્ષાની તાલીમ આપવા સંસ્થા પ્રતિબદ્ધ છે. ડ્યુન્સ એવિએશન એકેડેમી ભાવનગર એરપોર્ટ પર કોમર્શિયલ પાયલોટ અને ખાનગી પાયલોટને લાયસન્સ માટેની તાલીમ આપશે. કોમર્શિયલ પાઈલટ માટે ૨૦૦ કલાકની ફ્લાઈંગ ટ્રેનિંગ અને ખાનગી પાઈલટ માટે ૫૦ કલાકની ટ્રેનિંગની જરૂર પડે છે. ભવિષ્યમાં, એકેડેમી ડ્રોન પાઇલટ તાલીમ અને ઉડ્ડયન કોમર્શિયલ એરક્રાફ્ટ માટે જરૂરી ટાઇપ રેટિંગ તાલીમ માટેની સુવિધાઓ પણ પૂરી પાડશે.
ભાવનગર એરપોર્ટ ડાયરેક્ટર યોગેન્દ્રસિંહ તોમરએ જણાવ્યું કે આ એકેડમીના કારણે માત્ર એરપોર્ટનો જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની આ પહેલથી ભાવનગર દેશના ઉડ્ડયન ક્ષેત્રે પોતાની એક અલગ ઓળખ ઉભી કરશે, ઉડ્ડયન ક્ષેત્રે ભાવનગરથી એક નવા યુગની શરૂઆત થશે. તેમણે માહિતી આપી હતી કે ભાવનગર એરપોર્ટ પરની એકેડેમીને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સૂચના મુજબ દિવસ-રાત ફ્લાઈંગ ટ્રેનિંગ કરવા માટે પૂરતા સંસાધનો પૂરા પાડવામાં આવશે. જેના કારણે એરપોર્ટ પર રનવે રિકાર્પેટીંગ અને ટેક્સી વે નું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે.
ડ્યુન્સ એવિએશન એકેડમીએ પ્રતિષ્ઠિત કર્ણાવતી યુનિવર્સિટી, અમદાવાદ સાથે તેના તાલીમાર્થી પાઇલોટ્સની શૈક્ષણિક લાયકાત વધારવાના ઉદ્દેશ્ય સાથે જાેડાણ કર્યું છે. અહીંના કેડેટ્સ ફ્લાઈંગ ટ્રેનિંગની સાથે સાથે એવિએશનમાં બીબીએની ડિગ્રી પણ આપવામાં આવશે. ઝડપથી વિકસતા ભારતીય નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર બની ગયું છે.
પાયલટ બનવા માટે કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ ૧૨ ભૌતિકશાસ્ત્ર અને ગણિત વિષયો સાથે પાસ કર્યું હોય તેમજ તમે ડ્ઢય્ઝ્રછ ધોરણો મુજબ તબીબી રીતે ફિટ છો તો તમે અરજી કરી શકો છો, અને પાઇલટ બનવાનું તમારું સપનું સાકાર થઈ શકે છે.