ભાલના કાળાતળાવ ગામની સીમમાં જુગારની બાજુ માંડી બેઠેલા બે શખ્સને વેળાવદર પોલીસે રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા,જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો. વેળાવદર ભાલ પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે કાળાતળાવ ગામની સરાળ તરીકે ઓળખાતી સીમમાં જુગાર રમતા ઉપેન્દ્ર નાથાભાઈ ગોહેલ અને વિજય મનસુખભાઈ ગોહેલ ( રહે. બંને ખેડૂતવાસ, ભાવનગર ) ને રોકડા રૂ.૩૯,૭૦૦ સાથે ઝડપી લીધા હતા, જ્યારે મેહુલ ધનજીભાઈ રાજપરા ( રહે. ભાવનગર ) ફરાર થઈ ગયો હતો. વેળાવદર ભાલ પોલીસે ત્રણેય વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.