અમદાવાદમાં IT વિભાગનું સર્ચ ત્રીજા દિવસે પણ યથાવત્ રહ્યુ છે. ગોપાલ ડેરી અને રિવર વ્યૂ હોટલમાં ITનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. સુત્રોનું માનીએ તો ITના દરોડામાં 500 કરોડના શંકાસ્પદ વ્યવહાર ઝડપાયા છે. આઇટીના અધિકારીઓએ રિવર વ્યૂ હોટલના સંચાલકોના ઘર-ઓફિસમાંથી દસ્તાવેજો જપ્ત કર્યા છે. અત્યાર સુધી દોઢ કરોડની રોકડ રકમ ઝડપાઈ છે. જ્યારે IT વિભાગે 25 બેંક ખાતા અને 20 લોકર સિઝ કર્યા છે.
અમદાવાદમાં આયકર વિભાગના દરોડા ત્રીજા દિવસે પણ યથાવત છે. ગોપાલ ડેરી અને આશ્રમ રોડ પરની રિવર વ્યૂ હોટલ પર તપાસ ચાલી રહી છે. 20થી વધુ જગ્યા ઉપર ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી કરી છે. જેમાં 75થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. દરોડામાં કરોડો રૂપિયાના બિન હિસાબી વ્યવહારો પકડાયા છે. ગોપાલ ડેરીના બિન હિસાબી વ્યવહારો તપાસવા ટેકનીશિયનો અને નિષ્ણાંતોની મદદ લેવાઇ છે. આ સાથે જ ઇન્કમટેક્સ વિભાગે 25 બેંક ખાતા અને 20 લોકર સિઝ કર્યા છે.