અમેરિકામાં થયેલ રોડ અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાઓનાં મોત થતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ત્યારે ત્રણેય મહિલાઓ આણંદ જીલ્લાનાં બોરસદ તાલુકાની વતની હોવાનું જાણવા મળી રહ્યું છે.
એટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કરોલી જતા અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. કાર અકસ્માતમાં ત્રણ મહિલા રેખાબેન દિલીપ ભાઈ પટેલ, સંગીતાબેન ભાવેશભાઈ પટેલ, મનિષા બેન રાજેન્દ્રભાઇ પટેલનાં મોત થતા સમાજમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.