દિલ્હી-એનસીઆરની ઘણી શાળાઓમાં બોમ્બ હોવાની ધમકીઓ મળી છે. રિપોર્ટ્સ અનુસાર, આ ધમકી એ જ ઈ-મેલથી મોકલવામાં આવી છે. આજે સવારે 4 વાગ્યે ઈ-મેલ મોકલવામાં આવ્યો છે. 10 શાળાઓને મેઇલ મોકલવામાં આવ્યો- DPS દ્વારકા, DPS વસંત કુંજ, DPS નોઈડા, DPS રોહિણી, ગ્રીન વેલી નજફગઢ, DAV પિતમપુરા, મધર મેરી સ્કૂલ મયુર વિહાર, સંસ્કૃતિ સ્કૂલ, DAV સાઉથ વેસ્ટ અને એમિટી સાકેતના નામ સામે આવ્યા છે.
દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડ તમામ શાળાઓમાં પહોંચી ગઈ છે. બોમ્બની શોધ કરવામાં આવી રહી છે. ઈમેલ મોકલનારને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.