Saturday, June 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

3 દિવસમાં 3 આતંકવાદી હુમલા, જવાન શહીદ, કઠુઆમાં એક આતંકી ઠાર

ડોડામાં ચેકપોસ્ટ પર ફાયરિંગ, 4 જવાનો સહિત 5 ઘાયલ;

dharmendravaghela by dharmendravaghela
2024-06-12 11:53:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં એક જવાન શહીદ થયો છે. આ હુમલો મંગળવારે મોડી રાત્રે ડોડાના છત્તરગાલામાં 4 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત ચેકપોસ્ટ પર થયો હતો. હુમલામાં 4 સૈનિકો અને 1 SPO પણ ઘાયલ થયા છે. શહીદ થયેલા જવાનની ઓળખ CRPF કોન્સ્ટેબલ કબીર દાસ તરીકે થઈ છે. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઈગર્સ (જેઈએમ/જૈશ)એ લીધી છે.
આ હુમલાના થોડા કલાકો પહેલા કઠુઆ જિલ્લાના હીરાનગરના સૈદા સુખલ ગામમાં પણ મંગળવારે રાત્રે લગભગ 8 વાગ્યે આતંકી હુમલો થયો હતો. અહીં આતંકવાદીઓના ગોળીબારમાં એક ગ્રામીણ ઘાયલ થયો હતો. પોલીસે હુમલો કરનારા બે આતંકીઓમાંથી એકને ઠાર કર્યો છે. બીજો આતંકવાદી ગામમાં જ ક્યાંક છુપાયેલો છે. તેણે ઘટનાસ્થળે પહોંચેલા ડીઆઈજી અને એસએસપી કઠુઆના વાહન પર ગોળીબાર કર્યો હતો. બંને નાસી છૂટ્યા હતા.
મંગળવારે રાત્રે પહેલો હુમલો કઠુઆ જિલ્લાના હીરાનગરના સૈદા સુખલ ગામમાં થયો હતો. અહીં રાત્રે લગભગ 8 વાગે સરહદ પારથી બે આતંકવાદીઓ ઘૂસ્યા હતા. આતંકવાદીઓએ ઘરનો દરવાજો ખખડાવ્યો અને પાણી માંગ્યું. જ્યારે કેટલાક લોકોને બંને પર શંકા ગઈ તો તેઓએ દરવાજા બંધ કરી દીધા. બાદમાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઓમકાર નાથ ઉર્ફે બિટ્ટુ નામના વ્યક્તિને હાથમાં ગોળી વાગી હતી. માહિતી મળ્યા બાદ જ્યારે પોલીસ ટીમ ગામમાં પહોંચી તો એક આતંકીએ પોલીસ પર ગ્રેનેડ ફેંકવાનો પ્રયાસ કર્યો. પોલીસના જવાબી ફાયરિંગમાં તે ત્યાં માર્યો ગયો. જ્યારે બીજો આતંકી ગામમાં છુપાયો હોવાની માહિતી મળી રહી છે. તેની શોધખોળ કરવામાં આવી રહી છે. ફાયરિંગમાં ઘાયલ બિટ્ટુની હાલત જોખમની બહારછે.

Tags: J&Kterror attack
Previous Post

યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયન સેનામાં સામેલ 2 ભારતીયોના મોત

Next Post

ઉત્તર પ્રદેશના હરદોઈમાં રેતી ભરેલી ટ્રક ઝૂંપડી પર પલટી, 8નાં મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

રાવણે સીતાજીનું હરણ કર્યું,આ લોકોએ રામ મંદિરને લૂંટ્યું : ધીરેન્દ્ર શાસ્ત્રી
તાજા સમાચાર

રાવણે સીતાજીનું હરણ કર્યું,આ લોકોએ રામ મંદિરને લૂંટ્યું : ધીરેન્દ્ર શાસ્ત્રી

June 27, 2026
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે

June 27, 2026
વેનેઝુએલામાં ફરી ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલામાં ફરી ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ

June 27, 2026
Next Post
ઉત્તર પ્રદેશના હરદોઈમાં રેતી ભરેલી ટ્રક ઝૂંપડી પર પલટી, 8નાં મોત

ઉત્તર પ્રદેશના હરદોઈમાં રેતી ભરેલી ટ્રક ઝૂંપડી પર પલટી, 8નાં મોત

નીટની પરીક્ષામાં પાસ થવા કેટલાક વિદ્યાર્થીએ કોરા ચેક આપ્યા હતા

નીટની પરીક્ષામાં પાસ થવા કેટલાક વિદ્યાર્થીએ કોરા ચેક આપ્યા હતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.