રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી ચલાવામાં આવચા નિધિ સમર્પણ અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ 5457.94 કરોડ રૂપિયા એકઠા થઈ ચુક્યા છે. જો કે, આ સંખ્યા અંતિમ નથી, કારણ કે, જિલ્લાવાર ઓડિટનુ કામ હજૂ પણ ચાલું છે. હાલમાં અખિલ ભારતીય સ્તરથી ફંડ એકત્રિકરણનું મોનિટરીંગ કરી રહેલી ટીમની ગણતરી એક ટેન્ટિવ રિપોર્ટમાં સામે આવી છે. તે અનુસાર શ્રીરામ મંદિર માટે દાન કરનારા લોકોમાં લગભગ 22 કરોડથી વધારે ચેક એવા છે, જે બાઉન્સ થઈ ગયા છે. તેને અલગ કરીને એક અન્ય રિપોર્ટ બનાવામાં આવી રહ્યો છે.
રિપોર્ટ દ્વારા ચેક બાઉન્સ થવાના કારણો શોધવામાં આવી રહ્યા છે. ટેકનિકલ કારણોથી બાઉન્સ થનારા ચેકને બેંક સાથે બેસીને ફરી વાર રિપ્રેજેંટ કરવામા આવશે. આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કૂપનો તથા રસીદ દ્વારા 2253.97 કરોડનું ભંડોળ ભેગુ થયું છે. આવી જ રીતે ડિજિટલ માધ્યમોથી 2753.97 કરોડ તથા એસબીઆઈ-પીએનબી તથા બીઓબીના બચત ખાતામાં લગભગ 450 કરોડ રૂપિયાની રકમ ભેગી થઈ છે. ટ્રસ્ટ તરફથી ભંડોળ માટે દશ, સૌ, તથા એક હજારના કૂપન છપાવ્યા હતા. આ ઉપરાંત ઘણી રકમ રસીદ દ્વારા પણ આવી છે.
ટ્ર્સ્ટના મહાસચિવ ચંપત રાય તરફથી તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, દશ રૂપિયાના કૂપથી 30.99 કરોડ રૂપિયા, સો રૂપિયાના કૂપનથી 372.48 કરોડ રૂપિયા તથા એક હજારના કૂપનથી 225.46 કરોડ રૂપિયા તથા રસીદ દ્વારા 1625.04 કરોડ રૂપિયા ભેગા થયા છે. આમ કુલ રકમ 2253.97 કરોડ થયા છે.