બે દિવસથી સરકાર બચાવવાના પ્રયાસ બાદ ઉદ્ધવે અંતે હથિયાર હેઠાં મૂકી દીધાં છે. એકનાથ શિંદે દ્વારા સરકાર અને પાર્ટી બંને પર દાવા પછી ફેસબુક લાઈવ કર્યું અને કહ્યું કે હું લડવાવાળો શિવસૈનિક છું અને સામે આવીને વાતચીતનો પ્રપોઝલ પણ રાખ્યું. જો કે એકનાથ શિંદે ગઠબંધન તોડવા પર જ મક્કમ છે. વાતને લગભગ એક કલાક પછી સૌથી ચોંકાવનારી તસવીર સામે આવી છે. ઉદ્ધવ ઠાકરેની ઓફિસ એટલે કે CM હાઉસ વર્ષા ખાલી કરવા લાગ્યા છે. ઉદ્ધવ પણ પરિવાર સહિત નીકળી ગયા છે. તેમની સાથે પત્ની રશ્મિ ઠાકરે, બંને પુત્ર આદિત્ય અને તેજસ ઠાકરે પણ સરકારી બંગલો વર્ષાથી પોતાના નિવાસસ્થાન માતોશ્રી જવા માટે રવાના થયા છે. જે બાદ કર્મચારી તેમના ઘરનો સામાન કાઢવા લાગ્યા. ઉદ્ધવના સમર્થનમાં માતોશ્રીની બહારે સેંકડો શિવસૈનિક એકઠાં થયા છે. રશ્મિ ઠાકરે, બંને પુત્ર આદિત્ય અને તેજસ ઠાકરે પણ સરકારી બંગલો વર્ષાથી પોતાના નિવાસસ્થાન માતોશ્રી જવા માટે રવાના થયા છે
ઉદ્ધવને સલાહ આપી હતી કે મુખ્યમંત્રી પદ પર શિંદેને બેસાડી દો. જો કે શિંદે આક્રમક જ છે. તેઓએ કહ્યું- ગઠબંધન મેળ વગરનું છે અને તેમાં શિવસેના નબળું પડી રહ્યું છે. ગઠબંધનથી બહાર આવવાની જરૂર છે.શિદે જૂથ હવે વધુ મજબૂત બની ગયું છે. મોડી સાંજે લગભગ સાડા આઠ વાગ્યે વધુ 4 ધારાસભ્ય ગુવાહાટી પહોંચ્યા છે. 2 શિવસેનાના અને 2 અપક્ષ છે. ગુલાબરાવ પાટિલ, યોગેશ કદમ, મંજુલા ગાબિલ અને ચંદ્રકાંત પાટિલ સામેલ છે. શિંદે દાવો કરી રહ્યાં છે કે તેમની સાથે 46 ધારાસભ્ય છે. 4 નવા ધારાસભ્ય પહોંચ્યા બાદ કુલ ધારાસભ્યોની સંખ્યા 39 થઈ ગઈ છે.
ઉદ્ધવ ઠાકરે સરકાર વિધાનસભા ભંગ કરી શકે છે. શિવસેના સાંસદ સંજય રાઉતે આ સંકેત આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટમાં કહ્યું છે કે મહારાષ્ટ્રમાં જે પોલિટિકલ હલચલ ચાલી રહી છે, એ વિધાનસભા ભંગ કરવાની દિશામાં આગળ વધી રહી છે.