આસામમાં બ્રહ્મપુત્રા અને બરાક નદીઓના જળસ્તરમાં વધારો થવાને કારણે નવા વિસ્તારો પણ ડૂબી રહ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, પૂરના કારણે વધુ 12 લોકોના મોત થયા છે. રાજ્યના 32 જિલ્લાના 55 લાખ લોકો અત્યાર સુધીમાં પ્રભાવિત થયા છે. સાથે રાજ્યમાં નોંધાયેલા આ મૃત્યુ બાદ હવે પૂર અને ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક વધીને 101 થયો છે. જેથી મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ટ્રેન દ્વારા નાગાંવની મુસાફરી કરી અને પૂર પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કેટલીક રાહત શિબિરોની પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, આસામના 15 હજારથી વધુ લોકોએ 147 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે.
બીજી તરફ બુધવારે હોજાઈમાં વધુ ચાર લોકોના મોત થયા હતા જ્યારે બારપેટા અને નલબારીમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે જ સમયે, કામરૂપમાં બે લોકોના મોતના અહેવાલ છે. બુધવારે રાજ્યમાં નોંધાયેલા આ મૃત્યુ પછી, હવે પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને 101 થઈ ગયો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્રેન દ્વારા નાગાંવની મુસાફરી કરી અને પૂર પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા કરી. તેમણે કેટલાક રાહત શિબિરોની પણ મુલાકાત લીધી હતી. સૌથી વધુ લોકો નાગાંવમાં પ્રભાવિત થયા છે. સરકારી આંકડાઓ અનુસાર અહીં 4,57,381 લોકો પ્રભાવિત થયા છે. તે જ સમયે, 15,188 લોકોએ 147 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે.