Wednesday, December 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોલ્ડપ્લેની ટિકિટ ખરીદતાં પહેલાં ચેતી જજો

4 સુરતીઓને સોશિયલ મીડિયામાં લિંક મળી ને 4 લાખ ગુમાવ્યાં

dharmendravaghela by dharmendravaghela
2024-10-01 11:21:51
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના મુંબઈમાં ત્રણ શો થવાના છે, જેને લઈને દેશભરમાં સંગીતના ચાહકોમાં ભારે ઉત્સાહ છે. શો માણવા માટે ચાહકો ટિકિટ ખરીદવા તલપાપડ છે. ત્યારે ઓનલાઈન ટિકિટ વેચાઈ ગઈ છે. તેવામાં સાયબર છેતરપિંડી કરનારાઓ માટે જાણે આ સોનેરી તક બનીને આવી છે. સુરત શહેરના ચાર યુવકો આવા સાયબર ગઠિયાઓની કરતૂતોનો શિકાર બન્યાં છે. એક તરફ શહેરના ચાર યુવાનને શોની ટિકિટ મળી રહી નહોતી, તો બીજી તરફ સરળતાથી ટિકિટ મળવાના લોભમાં સુરતના યુવાનોએ એક લિંક પર ક્લિક કરી હતી, તો ટિકિટ મેળવવા જતાં તેમણે 4 લાખ રૂપિયા ગુમાવી દીધા છે, જેની તપાસ હાલ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
સુરતના વેસુ વિસ્તારમાં રહેતા ચાર યુવકો ટિકિટ મેળવવા માટે છેલ્લા ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ જ્યારે પણ તેઓએ ઓનલાઈન પ્રયાસ કર્યો ત્યારે તેમને નિરાશા હાથ લાગી અને સાઇટ ક્રેશ જોવા મળી હતી. દરમિયાન, તેમને સોશિયલ મીડિયા દ્વારા એક લિંક મળી, જેમાં કોન્સર્ટની ટિકિટ ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં એ ટિકિટ પણ હાઉસફુલ થઈ જશે તેવી જાણકારી મળી, જેથી તેઓએ તાત્કાલિક આ લિંક પર ક્લિક કરી ટિકિટ બુક કરવા માટેની પ્રોસિજર હાથ ધરી હતી. પરંતુ ચારે યુવાઓએ ટિકિટના એક-એક લાખ રૂપિયા તો આપ્યા પરંતુ પછીથી ખબર પડી કે તેઓ સાયબર ફ્રોડના શિકાર થઈ ગયા છે. લાખો ગુમાવ્યા ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. આખરે આ અંગે તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી, જે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

બ્લેકમાં સાત લાખની કિંમતમાં વેચાય છે ટિકિટ

હાલમાં, સાયબર ક્રાઇમના આરોપીઓ મોટા કાર્યક્રમો અને કોન્સર્ટને સાયબર ફ્રોડ કરવા માટે માધ્યમ બનાવી રહ્યા છે અને હાલ જે રીતે દેશભરમાં કોલ્ડપ્લેનો ક્રેઝ જોવા મળે છે, તે સાયબરના અપરાધીઓ માટે જાણે સોનેરી તક બની છે. હાલમાં જ એક અરજી પોલીસ મુખ્યાલય ખાતે થઈ હતી, જેમાં દિલજીતના કોન્સર્ટમાં ઓનલાઇન ટિકિટ ખરીદવા ગયેલા યુવાન સાથે પણ સાયબર છેતરપિંડી થઈ હતી. આ ક્ષેત્રના જાણકારો પાસેથી મળતી માહિતી મુજબ 18 જાન્યુઆરીનાં શો માટે ટિકિટની કિંમત 38,000 રૂપિયાથી લઇને 3 લાખ રૂપિયા સુધી જાય છે. જ્યારે એક ટિકિટની કિંમત 7.7 લાખ રૂપિયા સુધી જોવા મળી રહી છે.

Tags: coldplay online ticketcyber fraudFirsurat
Previous Post

યુવા મુસ્લિમ સમાજ ભાવનગર દ્વારા સમુહ શાદી સમારોહનું આયોજન

Next Post

શિક્ષક વિદ્યાર્થીને 4 સેકન્ડમાં એક પછી એક 10 લાફા ઝીંક્યા : સસ્પેન્ડ

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા હવે ભારતમાંથી ચોખાની આયાત પર ટેરિફ વધારશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકા હવે ભારતમાંથી ચોખાની આયાત પર ટેરિફ વધારશે

December 9, 2025
દેશમાં વસ્તી ગણતરીની તૈયારીઓ શરૂ તમામ રાજ્યોને સ્ટાફ નિયુક્ત કરવા આદેશ
તાજા સમાચાર

દેશમાં વસ્તી ગણતરીની તૈયારીઓ શરૂ તમામ રાજ્યોને સ્ટાફ નિયુક્ત કરવા આદેશ

December 9, 2025
ઈન્ડિગો સંકટના પગલે ૭.૩૦ લાખ ટિકિટ સામે રૂ.૭૪૫ કરોડનું રિફંડ ચૂકવ્યું
તાજા સમાચાર

ઈન્ડિગો સંકટના પગલે ૭.૩૦ લાખ ટિકિટ સામે રૂ.૭૪૫ કરોડનું રિફંડ ચૂકવ્યું

December 9, 2025
Next Post
શિક્ષક વિદ્યાર્થીને 4 સેકન્ડમાં એક પછી એક 10 લાફા ઝીંક્યા : સસ્પેન્ડ

શિક્ષક વિદ્યાર્થીને 4 સેકન્ડમાં એક પછી એક 10 લાફા ઝીંક્યા : સસ્પેન્ડ

Ph.D. માં પ્રવેશ માટે GCAS પર રજિસ્ટ્રેશન શરૂ

Ph.D. માં પ્રવેશ માટે GCAS પર રજિસ્ટ્રેશન શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.