શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને લઈને મહારાષ્ટ્ર સરકાર સકંટમાં આવી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારને બચાવવા ઘણાં દિગ્ગજ નેતાઓ પોતાની પૂરી તાકત લગાવી દીધી છે. એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના માં વિદ્રોહથી ઉત્પન્ન થયેલા રાજકીય સંકટના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજીનામું નહી આપે પરંતુ વિધાનસભામાં શક્તિ પરીક્ષણનો સામનો કરશે. માતોશ્રી પર શુક્રવારે સાંજે ઉદ્ધવ અને NCPના પ્રમુખ શરદ પવારની વચ્ચે એક બેઠક યોજાઈ હતી. જેમાં આ રણનીતિ પર સહમતિ બની હતી.
શિવસેનાના સાંસદ સંજય રાઉતની ઉપસ્થિતિમાં માતોશ્રી પર થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સરકાર બચાવવામાં માટે મનોમંથન કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી અને મહાવિકાસ અઘાડીના વરિષ્ઠ નેતાઓ આનો લાભ ઉઠાવીને વિદ્રોહી નેતાઓ અને તેમના સમર્થકો પર શાબ્દિક હુમલો કર્યો હતો. સરકાર જો સદનમાં બહુમત મેળવે છે તો એમવી પહેલાની તુલનાથી વધુ મજબૂત બને ઉભરશે. અને ઉદ્ઘવ ઠાકરે તેના નાયક હશે . સૂત્રોના જણાવ્યા અનુસાર 2019માં ભાજપને સત્તા પર થી દૂર રાખવા માટે એમવીના ગઠન માટે મહત્વની ભૂમિકા નિભાવવા વાળા શરદ પવારે ઉદ્ઘવ ઠાકરેના આસાનીથી હાર ન માનવા માટે મનાવી લીધા છે.
અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, સદનમાં ભાજપ જ એમવીનો મુખ્ય નિશાનો હશે. મેળ મિલાપના વિફળ થઈ ગયા બાદ વિદ્રોહી વિધાયકો પ ઉદ્ધવ ઠાકરેને પણ તેમના સહયોગીનો જેમ શાબ્દીક હુમલાઓ કર્યા હતાં. બીજી બાજુ ભાજપે નિર્ણય લીધો છે કે, તેઓ મુખ્યરૂપે શિવસેનામાં અસંતોષ અને એમવી ઘટકોના દળો પર અવિશ્વાસને હથિયાર બનાવશે જેના લીધે વિદ્રોહની પરિસ્થિતી ઉદભવી છે
આ બેઠક બાદ મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, કોંગ્રેસ અને એનસીપી અમારુ સમર્થન કરી રહી છે. શરદ પવાર અને સોનિયા ગાંધીને ભરોસો અપાવ્યો છે પરંતુ અમારા લોકોએ જ અમારી પીઠ પાછળ ખંજર ભોક્યું છે. અમે એવા લોકોને ટિકિટ આપી જે જીતી ના શકે. અમે તેમને વીજયી બનાવ્યા છે. તે લોકોએ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.
સમર્થકોને ધમકી આપીને ડરાવી ના શકાય – શિંદે
એકનાથ શિંદેનું કહેવું છે કે, શિવસેનાના 40 સહિત કુલ 50 ધારાસભ્યોનું સમર્થન તેમની પાસે છે. તેમનું જૂથ જ સાચી શિવસેના છે. એટલે ઉદ્ધવની જૂથ તરફથી બળવાખોર સામે કાર્યવાહી કરવામાં આવે તે માંગ ખોટી છે. તેમને અને તેમના સમર્થકોને ધમકી આપીને ડરાવી ના શકાય