મહારાષ્ટ્રમાં રાજકિય ખેંચતાણ વચ્ચે હવે આટલા સમયથી મૌન બીજેપી સરકાર એક્શનમાં આવતી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપીએ મોટા રાજકિય ફેરફારો કરીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની તૈયારી કરી લીધી છે. દાવો કરવામાં આવ્યો છે કે આ સપ્તાહના અંત સુધીમાં મહારાષ્ટ્રમાં નવી સરકાર બની જાય તેવી શક્યતા છે.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે દેવેન્દ્ર ફડણવીસના ઘરે બેઠકો પણ શરૂ થઈ ગઈ છે. બીજેપીના એક સીનિયર નેતાએ જણાવ્યું છે કે, મહાવિકાસ અધાડી પાર્ટીને પાડવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે બીજેપીના આ સીનિયર નેતાએ કહ્યું છે કે, જો બધુ બરાબર રહેશે તો શનિવારે અથવા રવિવારે નવી સરકારની સ્થાપના થાય તેવી આશા છે.
બીજી બાજુ રાજ્યમાં શિવસેનાએ પણ ગતિવિધિઓ વધારી દીધી છે. એવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે કે, આગામી એક-બે દિવસમાં જ એકનાથ શિંદે મુંબઈ પહોંચી શકે છે અને ફ્લોર ટેસ્ટની અપીલ રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને આપી શકે છે. રિપોર્ટ પ્રમાણે, એક અન્ય યોજના એવી પણ છે કે, ભાજપ પણ ફ્લોર ટેસ્ટ માટે કોશિયારીને પત્ર સોંપી શકે છે. જો રાજ્યપાલ વિશેષ સત્ર બોલાવશે તો પાર્ટી તે નક્કી કરશે કે બળવાખોર ધારાસભ્યોએ હાજર રહેવું કે નહીં. આ રીતે MVA સરકાર પડવાનું નક્કી થઈ જશે.
શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. તેમાં શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. તે ઉપરાંત શિંદે જુથના 8 કેબીનેટ મંત્રી અને 5 રાજ્યમંત્રીને પણ સરકારમાં સ્થાન મળે તેવી શક્યતા છે. જ્યારે 29 કેબિનેટ મંત્રી ભાજપમાંથી બનાવવામાં આવશે.શિંદે જૂથ સાથે અત્યારે હાલની સરકારના 8 મંત્રીઓ છે. આ સંજોગોમાં શિંદે જુથ એ જ મંત્રાલય ઈચ્છશે જે ધારાસભ્યો પાસે પહેલેથી છે. કારણકે છેલ્લા એક મહિનાથી તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને ઉદ્ધવ સરકારે રોકી દીધા હતા. એકનાથ શિંદે ઈચ્છે છે કે, જે અપક્ષ ધારાસભ્યો બળવાખોર જૂથ સાથે આવ્યા છે તેમને બીજેપી તેમના કોટામાંથી મંત્રી બનાવે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં MVA સરકાર પાડવા માટે બીજેપી હાઈકમાન્ડના આદેશની રાહ જોવામાં આવી રહી છે. શિવસેનામાં ફૂટ અને ભાજપ અથવા મનસે સાથે જોડાવવા વિશે એક સીનિયર નેતાએ જણાવ્યું છે કે, એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે, તેઓ અસલી શિવસેનાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તો ભાજપ અથવા મનસે સાથે જોડાવવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી.