ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય મંત્રીઓના ગુજરાત પ્રવાસમાં વધારો થવા લાગ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી 4 જુલાઈના રોજ ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યાં છે. 4 જુલાઇના રોજ PM મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ડિજિટલ કાર્યકમમાં હાજરી આપશે. આ સાથે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમનો ગુજરાતમાંથી પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં બ્રોડ બેન્ડ પહોંચાડવાના આશ્રય સાથે ડિજિટલ ઇન્ડિયાનો પ્રારંભ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસો અગાઉ પણ PM મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતાં. PM મોદીએ વડોદરામાં પુન:વિકસિત કરાયેલા પાવાગઢનું લોકાર્પણ કર્યુ હતું. યાત્રાધામ પાવાગઢમાં 125 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. તેઓએ વર્ષો બાદ પુન:વિકસિત કરાયેલા મંદિરને નિહાળ્યું હતું. તેઓએ મહાકાળી માના ચરણોમાં શિશ ઝૂકવ્યું હતું તેમજ પોતાની માતા હીરાબાના જન્મદિન પર પ્રાર્થના પણ કરી હતી. તેઓએ અનેક સંતો સાથે મુલાકાત પણ કરી હતી.