શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. શાપૂરજી પાલોનજી ગ્રુપનો બિઝનેસ એન્જીનિયરીંગ, કંસ્ટ્રક્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, વોટર એનર્જી એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં ફેલાયેલો છે. આ ગ્રુપમાં લગભગ 50 હજાર લોકો કામ કરે છે. કંપનીનો બિઝનેસ લગભગ 50 જેટલા દેશોમાં ફેલાયેલો છે. તેમના દિકરા સાઈરસ મિસ્ત્રી એક સમયે ટાટા સંસના ચેરમેન હતા, જો કે, વિવાદ બાદ તેમને રાજીનામું આપવું પડ્યું હતું.
શાપૂરજી પાલોનજી ગ્રુપ દેશની ઐતિહાસિક કંપની છે. આ ગ્રુપ છેલ્લા 150 વર્ષોથી કામ કરી રહી છે. પાલોનજી મિસ્ત્રીને વર્ષ 2016માં પદ્મ ભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ દેશનો ત્રીજા નંબરનો સૌથી મોટા સિવિલિયન એવોર્ડ છે.