ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 વન-ડે મેચની સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત પહેલી 2 મેચ જીતી સીરિઝ પર કબજો કરી ચૂક્યું છું. એવામાં તેનો લક્ષ્યાંક ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તૈયારી મજબૂત કરવાનો રહેશે. ઈંગ્લેન્ડ માટે આ મેચ શાખ બચાવવાની અંતિમ તક રહેશે.
મેચ દરમિયાન હવામાન સારું રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. મહત્તમ તાપમાન 31 ડિગ્રી આસપાસ રહેશે, જ્યારે લઘુત્તમ 15 ડિગ્રી આસપાસ રહેશે. ભેજનું સ્તર 38% રહેશે. બીજી ઈનિંગ્સમાં ઝાકળની અસર જોવા મળી શકે છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટિંગ અને બોલિંગ બંને માટે લાભદાયી રહે છે. અહીં બોલને સારો બાઉન્સ મળે છે, જે બોલર્સ માટે મદદરૂપ હોય છે. પિચ પર જુના બોલ વડે સ્પિનર્સને વધુ મદદ મળે છે. સ્ટેડિયમની બાઉન્ડ્રી મોટી હોવાને લીધે ચોગ્ગા-છગ્ગા ફટકારવા સરળ નથી હોતું. સિંગલ્સ-ડબલ્સ પર વધુ ધ્યાન આપે છે. જે પણ ટીમ ટોસ જીતશે, તે પહેલા બોલિંગનો વિકલ્પ પસંદ કરી શકે છે. વચ્ચેની ઓવર્સમાં સ્પિનર્સનો દબદબો રહેશે… મોદી સ્ટેડિયમની પિચ બેટર્સ અને બોલર્સ બંનેને માફક આવે છે. આ પિચ પર બાઉન્સ પણ રહે છે. પ્રારંભિક ઓવર્સમાં બોલર્સને સારો બાઉન્સ અને સ્વિંગ મળી શકે છે. જ્યારે વચ્ચેની ઓવર્સમાં સ્પિનર્સને સારી મૂવમેન્ટ મળશે. 270થી ઉપરનો સ્કોર કરવા પર ટીમ મજબૂત સ્થિતિમાં રહેશે.