Saturday, June 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરત : 118 રત્નકલાકારોની હત્યાના કાવતરાની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ

મેનેજરના ભાણિયાને શંકા જતા મામલો બહાર આવ્યો; ફિલ્ટર પાસે CCTV નહીં

dharmendravaghela by dharmendravaghela
2025-04-10 13:10:30
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતના કાપોદ્રા વિસ્તારમાં અનભ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં સેલફોસનું પાઉચ ભેળવી દઈ સામૂહિક રીતે રત્નકલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 જેટલા રત્નકલાકારોને ચક્કરની ફરિયાદ બાદ ફિલ્ટરમાંથી સેલફોસ (અનાજમાં નાંખવાનું પાઉચ) મળી આવતાં અફરાતફરી મચી ગઈ હતી. રત્નકલાકારોને કિરણ અને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જેમાંથી 6ને આઈ.સી.યુ.માં દાખલ કરાયા હતા.
પોલીસ દ્વારા હત્યાના કાવતરાની 307ની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. જે જગ્યા પર ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી નથી. કારખાનાથી વાકેફ હોય તેવા વ્યક્તિ એટલે કે કારખાના કારીગર દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી આશંકા છે. જેથી પોલીસ FSLની સાથે ટીમ બનાવીને અસરગસ્ત 118 સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોના નિવેદન નોંધશે.
પોલીસ હાલ આ મામલે તપાસ અર્થે અનભ ડાયમંડ હોસ્પિટલ પહોંચી છે અને રત્નકલાકારોના લિસ્ટ સહિતની તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, કારખાનામાં પ્રવેશતા સમયે એક ગ્રિલ છે જે લોક હોય છે, ત્યારબાદ બે દરવાજાથી અંદર પ્રવેશ કરી શકાય છે. અંદર પ્રવેશ કરતા જમણી બાજુ વધુ એક ગ્રિલ છે ત્યાંથી અંદર જતા જમણી બાજુ પાણીનું ફિલ્ટર છે. ત્યાંથી વધુ એક દરવાજાથી કારખાના અંદર જઈ શકાય છે.
મેનેજરના ભાણીયા નિકુંજ નામના યુવકે સુપરવિઝન કરતાં મામા કાંતિભાઈને પીવાના પાણીના ફિલ્ટરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરતાં પેઢીના મેઇન મેનેજર હરેશભાઈએ પાણીનું ફિલ્ટર ચેક કરાવ્યું હતું. કૂલરની અંદરથી જે વસ્તુ મળી હતી તે જોતાં જ બધાની જાણે આંખો ફાટી ગઈ હતી. પાણીની અંદર સેલફોસનું પાઉચ તરી રહ્યું હતું. ઉપરનું પ્લાસ્ટિક ફાટેલું હતું અને અંદર કાગળમાં પેક પાણીમાં ભળી ગયાની શંકા સાથે જ અફરાતફરી મચી ગઈ હતી. કોઈએ આ રત્નકલાકારોની સામૂહિક હત્યા કરવાના ઈરાદે અનાજમાં જીવાત પડતી રોકવા વપરાતી આ ગોળીનું પાઉચ પાણીમાં ભેળવી દીધું હોવાની વાતે આખા કારખાનામાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

Tags: Firsurat
Previous Post

મહાવીર જયંતિ નિમિત્તે ભાવનગરમાં જૈન સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

Next Post

પેક્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ આપવામાં આવે, કેટલી ખાંડ, હાનિકારક ચરબી સ્પષ્ટ લખે : સુપ્રીમ કોર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે

June 27, 2026
વેનેઝુએલામાં ફરી ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલામાં ફરી ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ

June 27, 2026
અમેરિકાના પ્રયાસો થયા સફળ : ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે અંતે થયા શાંતિ માટેના કરાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના પ્રયાસો થયા સફળ : ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે અંતે થયા શાંતિ માટેના કરાર

June 27, 2026
Next Post
આર્ટિકલ 370 પર  જનમતનો કોઈ પ્રશ્ન જ નથી – સુપ્રીમ કોર્ટ

પેક્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ આપવામાં આવે, કેટલી ખાંડ, હાનિકારક ચરબી સ્પષ્ટ લખે : સુપ્રીમ કોર્ટ

ભાવનગરમાં દાદા સાહેબ દેરાસરથી હોસ્પિટલ જવાના રોડ પર ઝાડ તુટી પડ્યું

ભાવનગરમાં દાદા સાહેબ દેરાસરથી હોસ્પિટલ જવાના રોડ પર ઝાડ તુટી પડ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.