ગુજરાત એટીએએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએએસે કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 70 કિલો હેરોઇન પકડી પાડ્યું છે. જેની બજાર કિંમત 350 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ અંગે હાલ એટીએસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.
ગુજરાત એટીએસને ગુપ્ત માહિતી મળી હતી કે, દુબઇના જેબલ અલી પોર્ટથી આવેલા કન્ટેનરમાં કરોડોનું હેરોઇન છુપાવવામાં આવ્યું છે. જે બાદ તપાસ કરતા નવી જ મોડસ ઓપરન્ડી સામે આવી હતી. કન્ટેનરમાં કપડા હતા. આ કન્ટેનરમાં તપાસ કરતા કપડાની અંદરના હાર્ડ બોર્ડની અંદરથી ડ્રગ્સ મળ્યું હતુ. આ કન્સાઇમેન્ટ મુંદ્રા પોર્ટ પરથી સીએફએસ પરથી મળ્યું હતુ.
ગુજરાત એટીએસની ટીમને આ કન્સાઇમેન્ટ કોણે મોકલ્યું હતુ અને કોને આપવાનું હતુ તે અંગેની જાણ છે. આ સાથે વધુ તપાસમાં આ ડ્રગ્સ મંગાવવામાં કોણ કોણ સામેલ હતું તે અંગેની માહિતી પણ સામે આવી શકે છે. હાલ આ અંગે હજી મોટા ખુલાસા થઇ શકે છે. અત્યારે તો એક જ કન્ટેનર ઝડપાયું છે. પરંતુ એક કરતા વધુ કન્ટેનરની તપાસ ચાલી રહી છે. ગુજરાત એટીએસની ટીમની તપાસ ચાલી રહી છે