પાકિસ્તાનના ખ્યાતનામ કોલમનિસ્ટ નુસરત મિર્ઝાએ યુ-ટ્યૂબર શકીલ ચૌધરીને આપેલા ઈંટરવ્યૂમાં કેટલાય ચોંકાવનારા દાવા કર્યા છે. નસરતે જણાવ્યું હતું કે, તે કેટલીય વાર ભારત આવ્યા અને અહીં તેમણે ઈંટેલીજેંસ એજન્સી ISI માટે કેટલીય જાણકારી એકઠી કરી હતી. મિર્ઝાએ ઈન્ટરવ્યૂમાં પોતાના વર્ષ 2011માં આવેલા પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એક વાર નિમંત્રણ પર ભારત આવ્યા હતા. તેમણે ભારતના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારીનું નામ લીધું છે.
તેમનું કહેવુ છે કે, તે છેલ્લી વાર મિલ્લી ગેજેટ અખબારના માલિક ફરુલ ઈસ્લામના નિમંત્રણ પર ભારત ગયા હતા. અહીં તેમણે કેટલીય જાણકારીઓ મળી હતી, જે ISIના વડાને આપી હતી. મિર્ઝાના જણાવ્યા અનુસાર ISIની પાસ ભારતના દરેક શહેરની જાણકારી છે અને ISIના લોકો આ શહેરોમાં એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. મિર્ઝાએ જણાવ્યું છે કે, જે સમયે કોંગ્રેસ શાસનમાં હતી, તેઓ આતંકવાદ પર થયેલા એક સેમિનારમાં સામેલ થવા માટે ભારત ગયા હતા.
તેમનું કહેવુ છે કે, પાકિસ્તાનમાં લોકો એક્સપર્ટ નથી, કારણ કે તેઓ મુગલ છે અને તેમણે દેશ પર રાજ કર્યું છે તેથી ત્યાંથી સ્થિતિથી વાકેફ છે. પાકિસ્તાન, ભારતની સંસ્કૃતિને તો સમજે જ છે, સાથે જ તેમની નબળાઈઓને પણ સારી રીતે જાણે છે. અહીં સમસ્યા એ છે કે તેમણે ભારતને લઈને જે પણ જ્ઞાન મેળવ્યું છે, તેનાથી તેને કોઈ મતલબ નથી.
વર્ષ 2011માં જ્યારે તેઓ ભારતથી પાછા આવ્યા ત્યારે પાકિસ્તાન ગયા અને તે સમયે ISIના રિટાયર થઈ રહેલા DGISએ કહ્યું કે, જે પણ જાણકારી મેળવી છે, તે ISIના નવા ચીફ જનરલ કિયાનીને આપે. તેના પર મિર્ઝાએ તેમની વાતને ફગાવી દીધી અને કહ્યું કે, તે ખુદ કિયાનીને જ જાણકારી આપી દે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2011માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, મિર્ઝા તરફથી જે પણ જાણકારી મળી, તે બાદ પાક આર્મી બ્રિગેડિયર તરફથી તેને ફોન ગયો. આ ફોન કોલમાં કહેવામાં આવ્યું કે, આવી જ માહિતી જો વધુ મળી જાય તો સારામાં સારુ, મિર્ઝાએ જે પણ કહ્યું કે, તે એ બતાવવા માટે પુરતું હતું કે કેવી રીતે પાક ઈંટેલીજેંસ એજન્સી ભારત વિરુદ્ધના ષડયંત્રોને પાર કરવા માટે લોકોના ઉપયોગ કરી રહી છે.