ગુજરાત માટે આગામી 24 કલાક ભારે કહેવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે દરિયા કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. મહત્ત્વની વાત એ છે કે, આ ગુજરાતથી માત્ર 110 કિમી લો પ્રેશર દૂર છે. ગુજરાતના દરિયા કાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. દરિયામાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે, દરિયામાં ઉછળી ઉંચા મોજા શકે છે. તંત્ર દ્વારા માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
અરબ સાગરમાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે અને ઉંચા ઉંચા મોજાં ઉછળવાની શરૂઆત પણ થઈ છે. વલસાડના તિથલના દરિયાકિનારે જોરદાર ઉંચા મોજાં ઉછળ્યાં છે. હવામાન વિભાગે કેટલીગ જગ્યાએ ખૂબ ઉંચા મોજાં ઉછળવાની પણ સંભાવના દર્શાવી છે. આ તરફ નવસારી, પોરબંદર,દીવ તથા ગીર સોમનાથના દરિયો પણ તોફાની બન્યો છે. પ્રવાસીઓને દરિયાકાંઠે સાવચેત રહેવા સૂચના જાહેર કરાઈ છે. એક તરફ વરસાદ યથાવત છે ત્યારે બીજી તરફ દરિયામાં કરંટ હોવાથી કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે.