અમેરિકાના યુજીનમાં ચાલી રહેલ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાએ ધમાલ મચાવી દીધી છે. જણાવી દઇએ કે, ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચવાની ખૂબ નજીક છે. તેણે શુક્રવારે ભાલા ફેંકની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. નીરજે પ્રથમ થ્રો સાથે વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે ક્વોલિફાય કરી દીધું છે. આથી કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીતનાર નીરજ પાસેથી દેશને આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલની ખૂબ મોટી આશા છે.
ભારતના સ્ટાર જ્વેલીન થ્રોઅરનીરજે તેના પ્રથમ પ્રયાસમાં જ બિલકુલ આરામથી 88.39 મીટરના થ્રો સાથે પુરુષોના ભાલા ફેંકની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 24 વર્ષના નીરજ ચોપરાની સાથે આ ચેમ્પિયનશિપમાં વિશ્વભરના 34 ભાલા ફેંકનારાઓ સામેલ હતા.