ભાવનગરના જુના બંદર વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં મોડી રાત્રીના આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને આગ બુઝાવી હતી.
આ બનાવ અંગે ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ શહેરના જુના બંદર રોડ ધરતી માર્બલ સામેના ખાચામાં આવેલ ભાવિનભાઈની માલિકીના પ્લાસ્ટિકના કારખાનાના ખુલ્લા પ્લોટમાં રાખેલ પ્લાસ્ટિકની ભૂકીના જથ્થામાં ગત મોડી રાત્રીના ૧૨:૨૦ કલાકે કોઈ કારણોસર આગ લાગી હતી.
આ બનાવ અંગે ભાવિનભાઈએ ફાયરને જાણ કરતા ફાયર બ્રિગેડ કાફલો જુના બંદર દોડી ગયો હતો અને બે ગાડી પાણીનો છંટકાવ કરી આગ બુજાવી હતી. આગની આ ઘટનામાં પ્લાસ્ટિક નો પાવડર સળગી ઊઠ્યો હતો. આગ લાગવાનું કારણ કે નુકસાની જાણી શકાઇ ન હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું.