કેન્દ્રમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ સુપ્રિમો સોનીયા ગાંધી તથા રાહુલ ગાંધી વિગેરેની ઇડી દ્વારા પુછપરછનો મામલો ચાલી રહ્યો છે. આ મુદ્દે શહેર કોંગ્રેસ સમિતિએ આજે કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી દેખાવો કર્યાં હતાં. જાે કે, તેઓના ધરણા લાંબો સમય ચાલવા ન દઇ પોલીસે તુરંત કોંગી આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી.
કોંગ્રેસે જણાવ્યું હતું કે, કોઇપણ પુરાવા કે હકિકતોના આધાર વિના ઇડીનો વ્યક્તિગત દ્વેશ અને રાજકીય કિન્નાખોરી માટે દુરઉપયોગ થઇ રહ્યો છે. મોંઘવારી, બેરોજગારીથી લોકોનું ધ્યાન ભટકાવવા ભાજપનો આ પ્રયાસ છે. સત્ય માટેની લડાઇ તથા શાંતિપૂર્વક દેખાવોને કચડી નાખવા કેન્દ્રનું શાસન પાશવી બળનો ઉપયોગ કરી રહ્યું છે જે નિંદનીય છે.